બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 1 ફેબ્રુઆરી 2019 (13:17 IST)

એપેરલ પાર્ક ડેપો ખાતે ટ્રેનને 900 મીટર સુધી સૌપ્રથમવાર મેટ્રો ટ્રેન નો ટ્રાયલ થયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટન હવે શરૂ થવાની તૈયારીમાં છે. ગુરુવારે સાંજે અમદાવાદના પૂર્વમાં આવેલા એપ્રિલ પાર્ક ડેપો ખાતેથી મેટ્રો ટ્રેનનેનો 900 મીટર સુધી દોડાવાઈ હતી. કોઈ પ્રકારના વિજ્ઞાન વગર ટ્રેન સડસડાટ રીતે દોડી હતી.મેટ્રો ટ્રેનના સત્તાવાર સૂત્રો જણાવે છે કે, પેલી જાન્યુઆરીના રોજ ટ્રેન આવી હતી. 
જેમાં સલામતીને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં એન્જિનિયરોને સંતોષ થયા બાદ આજે મેટ્રો ટ્રેન નો પ્રથમ ટેસ્ટ એપલ પાર્ક ડેપોથી 900 મીટર લંબાઈ નો ટેસ્ટ કરાયો છે હવે બીજી ફેબ્રુઆરી સુધીમાં અમદાવાદમાં આવી જશે તેમાં પણ સેફટી તથા અન્ય ટેકનિકલ ઇન્સ્પેક્શન કરાશે ત્યારબાદ આગામી માર્ચ મહિનામાં મેટ્રો ટ્રેનનું કોલ કોમર્શિયલ ઓપરેશન હાથ ધરાશે.