સોમવાર, 30 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 16 સપ્ટેમ્બર 2021 (11:10 IST)

ગુજરાતમાં નવા મંત્રીમંડળ શપથવિધિ માટે મંત્રીઓને ફોન આવવાના શરુ

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મંત્રીમંડળનું આજે શપથગ્રહણ યોજાશે. ગાંધીનગરમાં રાજભવન ખાતે બપોરે 1.30 વાગ્યે આ શપથવિધિ સમારોહ યોજાશે. શપથગ્રહણ પહેલા ધારાસભ્યોને મંત્રીપદ સોંપાશે તેના ફોન કરવામાં આવી રહ્યા છે. જેમાં ગણદેવીના નરેશ પટેલ, કનુ દેસાઇ, દુષ્યંત પટેલ, કિરીટ રાણા, હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, અરવિંદ રૈયાણી, મનિષા વકીલને અત્યાર સુધીમાં ફોન આવી ગયા છે. \
 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારમાં અમદાવાદ એનએક્સીમાં પહોંચ્યા, જ્યાં ભૂપેન્દ્ર યાદવ રોકાયેલા છે
- ગણદેવાની નરેશ પટેલ, કનુ દેસાઈ, દુષ્યંત પટેલ, કિરીટ રાણા, હર્ષ સંઘવીને મંત્રી પદ સોંપવાના ફોન આવ્યા