શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 19 જૂન 2019 (13:38 IST)

ગર્લ્સ પીજી હોસ્ટેલમાં મધરાતે ઘુસેલા યુવકે ઉંઘી રહેલી યુવતી સાથે કરી ગંદી હરકતો

અમદાવાદમાં એક ગર્લ્સ પીજી હોસ્ટેલમાં મધરાતે ઘુસી ગયેલા વિકૃત યુવકે ઉંઘી રહેલી યુવતી સાથે શરમજનક હરકતો કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનાના પગલે ભારે ચકચાર મચી ગઈ છે. મહિલાઓ અને યુવતીઓ માટે સલામત ગુજરાતનુ ગાણુ ગાતી સરકાર માટે પણ આ ઘટના ચિંતાજનક છે. મળતી વિગતો પ્રમાણે અમદાવાદમાં આવેલી એક ગર્લ્સ પીજી હોસ્ટેલમાં ત્રીજા માળે આવેલા ફ્લેટમાં 14 જૂનની મધરાતે 12-50 વાગ્યે એક યુવાન અગાસીના રસ્તે ઘુસ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં દેખાય છે તે પ્રમાણે આ યુવકે પીળી ટી શર્ટ અને પેન્ટ પહેર્યુ હતુ. તેણે જોયુ હતુ કે, દરવાજોલોક નથી એટલે તે તે અંદર પ્રવેશ્યો હતો અને સોફા પર ઘસઘસાટ ઉંઘી રહેલી યુવતીના શરીર પર વાંધાજનક રીતે હાથ ફેરવવા માંડ્યો હતો. એ પછી પણ ઉંઘી રહેલી યુવતીને આ વાતનો ખ્યાલ નહી આવતા યુવકે દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો અને ફરી પોતાની ગંદી હરકતો ચાલુ રાખી હતી. હદ તો ત્યારે થઈ કે વિકૃત યુવકે ત્યાં જ ઉભા રહીને હસ્ત મૈથુન પણ કર્યુ હતુ. ચાર પાંચ મિનિટ પછી તે ફરી બહાર ગયો હતો અને કોઈ નથી જોતુ તેવુ લાગતા ફરી અંદર આવી ગયો હતો. એ પછી તે બીજા રૂમમાં કે જ્યાં પાંચ યુવતીઓ રહે છે ત્યાં સુધી પહોંચી ગયો હતો. જોકે તે વખતે જાગી રહેલી એક યુવતીએ યુવકને જોયો હતો અને તેણે બૂમો પાડી હતી. યુવતી જાગે છે તે જોઈને તે ફ્લેટમાંથી નીચે ઉતરીને બાઈક પર બેસી ફરાર થઈ ગયો હતો. આ બનાવ બાદ યુવતીઓ ગભરાઈ ગઈ હતી. પીજી હોસ્ટેલના માલિકને શંકા છે કે, આ યુવક ડિલિવર બોય હતો પણ યુવતીઓનુ કહેવુ છે કે, અમે કોઈ ઓર્ડર આપ્યો જ નહોતો. ચોંકાવનારી વાત એ છે કે, હોસ્ટેલ માલિક સન્ની સિંહે સીસીટીવી ફૂટેજની વાત યુવતીઓને કરી નહોતી તેમજ પોલીસને પણ આ વાતની જાણ નહોતી કરી. તેનુ કહેવુ હતુ કે, પોલીસને જોઈને યુવતીઓ વધારે ડરી જતી. આ ઘટના બાદ યુવતીઓ ડરી ગઈ છે અને સાથે સાથે રોષે પણ ભરાઈ છે. તેમનુ કહેવુ છે કે, વધારે ભાડુ આપવા છતા સુરક્ષા નથી મળી રહી.