મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 25 મે 2018 (15:13 IST)

મોબાઈલ ફોને પોલ ખોલી પત્નિના ચારિત્ર્યની, ડીએનએ ટેસ્ટમાં હોશ ઉડી ગયાં

અમદાવાદના ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારો કેસ નોંધાયો છે. જેમાં એક પતિને પત્નિના ચારિત્ર્ય પર શંકા જતાં તેણે પોતાના દિકરાનો ડીએનએ ટેસ્ટ કરાવ્યો અને પછી આખે આખી પોલ ખુલી કે તે બાળક પોતાનું નથી. આ વ્યક્તિએ હાલમાં તો પોતાની પત્નિ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પત્નીના ફોનમાં મેસેજ વાંચ્યા બાદ પતિને તેના પર શંકા પડી હતી.

પત્નીના ફોનમાં મેસેજ જોયા બાદ પતિએ તેની સાથે આ અંગે વાત કરતા બંને વચ્ચે ઝઘડા થવાના શરુ થઈ ગયા હતા. આખરે પતિએ મામલાના મૂળ સુધી પહોંચવાનું નક્કી કર્યું હતું, અને પત્નીને બીજા કોઈ પુરુષ સાથે અફેર છે તે સાબિત કરવા માટે તેણે પોતાના 12 વર્ષના દીકરાનો એક ખાનગી લેબોરેટરીમાં ડીએનએ ટેસ્ટ કરાવ્યો હતો.ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળ્યું હતું કે, તેના અને તેના દીકરાના ડીએનએ મેચ નથી થતાં, મતલબ કે દીકરાનો બાપ પોતે નહીં, પણ બીજો કોઈ છે. પત્નીની બેવફાઈનો પુરાવો હાથ લાગતા જ પતિએ તેના આધારે પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે તેને બાળક અને પત્નીના ભવિષ્યનો વિચાર કરી ફરિયાદ ન કરવા તેને સમજાવ્યો હતો, પરંતુ પતિ એકનો બે ન થયો હતો.ઘાટલોડિયા પોલીસે આ મામલે પતિ અને પત્નીને નિવેદન નોંધાવવા માટે બોલાવ્યા છે, અને ત્યાર બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.