ગુરુવાર, 2 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 16 ઑગસ્ટ 2021 (21:39 IST)

મોદી સાહેબ તમારા ગરવી ગુજરાતમાં શું ડેરીઓ દૂધ વેચાતું નથી આપતી? 20 રૂપિયા દૂધ ન મળતાં પીએમ-સીએમને લખ્યો પત્ર

ગુજરાતના વડોદરા જિલ્લામાંથી એક રસપ્રદ ઘટના સામે આવી છે. જેમાં એક યુવકે તેને 20 રૂપિયાનું દૂધ ન આપવામાં આવતાં મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને પત્ર લખીને ફરિયાદ કરી છે. ઘટનાના ડેસર તાલુકામાંથી આ ઘટના સામે આવી છે. મહેશ પરમાર નામના એક વ્યક્તિને સહકારી મંડળી દ્વારા 20 રૂપિયાનું દૂધ ન આપતાં તેને મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને પત્ર લખીને ફરિયાદ કરી છે. 
 
મહેશભાઇએ ફરિયાદ કરતાં કહ્યું કે જ્યારે તે દૂધ લેવા માટે તો મંડળીના મંત્રી તખતસિંહ પરમારે ના પાડી દીધી. તેમણે કહ્યું કે જો તેને દૂધ લેવું હોય તો પહેલાં તેને મંડળીના સભ્ય બનવું પડશે તથા મંડળીમાં પોતાની ભેંસ આપીને મંડળીમાં દૂધ આપવું પડશે. જ્યારે તેણે કહ્યું કે તે ખૂબ ગરીબ છે અને તે ભેંસ ખરીદી શકે તેમ નથે તો તેમણે કહ્યું કે જો એવું હોય તો જમીન ગિરવે મુકીને ભેંસ ખરીદી લે. 
 
મહેશભાઇએ સાવલીના ધારાસભ્ય કેતન ઇમાનદારને ફોન કરીને મામલો સમજાવ્યો હતો. પરંતુ કેતન ઇમાનદારે સાંભળ્યું નહી અને કહ્યું કે 'હું એક કાર્યક્રમમાં છે. મને મોડા ફોન કરો અથવા રૂબરૂ મળો. મહેશ પરમારે ધારાસભ્ય કેતન ઇમાનદાર તરફ કોઇ સંતોષકારક જવાબ ન મળ્યો એટલે તેણે આ ડેરીના ડાયરેક્ટર સમક્ષ આપવિતી રજૂ કરી. ત્યારબાદ મહેશ પરમારે કુલદીપ સિંહ રાઉલજીએ આશ્વાસન આપ્યું કે તે મંડળીમાં ફોન કરીને કહી દેશે કે તેને દૂધ આપશે. જોકે ડેરીના ડાયરેક્ટરને મળ્યા બાદ પણ મહેશ પરમારની સમસ્યાનું સમાધાન થયું નહી. જ્યારે તેની વાતનું કોઇ નિરાકરણ આવ્યું નહી તો તેણે મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને પોતાની સમસ્યા રજૂ કરી હતી. 
અરજીમાં જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ તમારા ગરવી ગુજરાતમાં શું ડેરીઓ દૂધ વેચાતું નથી આપતી?  ભાટપુરા મંડળી (ડેરી)ના મંત્રી વખતસિંહ પુનમભાઇ પરમાર મને એવું કહે છે કે તમારી પાસે ભેંસ હોય તો જ દૂધ મળે અને ના હોય તો તમારી જમીન ગીરવે મૂકીને લાઓ પછી અમે દૂધ આપીશું. ભાટપુરાના બીજા ગ્રાહકોને દૂધ આપે છે તો મને કેમ નહીં ? અને મારી પાસે ભેંસ હોત તો હું ડેરી એ દૂધ લેવા જ કેમ ગયો હોત ? તેવું જણાવી પોતાની વેદના ઠાલવી હતી અને તે જ પ્રમાણે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને સ્પીડ પોસ્ટ દ્વારા અરજી કરી 20 રૂપિયાના દૂધની માંગણી કરી હતી.