વિશ્વ ઉમિયાઘામના ભૂમિપૂજન પ્રસંગે મોદીએ કહ્યું 2019 પછી પણ હું જ રહેવાનો છું
વડાપ્રધાન મોદીએ વિશ્વ ઉમિયા ધામના પ્રસંગે જણાવ્યું હતું કે 2019 પછી પણ હું જ રહેવાનો છું એટલે ચિંતા ન કરતા ભારત સરકારની કોઈ મદદની જરૂર હોય તો જણાવજો. વડાપ્રધાને કહ્યું, “આપણા દેશમાં એક વર્ગ એવો છે, જેની માન્યતા એવી છે કે આ ધાર્મિક પ્રવૃતિઓ સમાજનું ભલું કરનારી નથી, થોડાક લોકોનું ભલું કરનારી છે. મને આવા લોકો માટે દયા માટે આવે છે. હજારો વર્ષોનો ઇતિહાસ છે, આપણો દેશ, સંતો મહંતો, ગુરૂઓ, શિક્ષકો, વૈજ્ઞાનિકો, ખેડૂતોના યોગદાથી બન્યો છે. આ સઘળાનું બળ આપણી આધ્યાત્મિક પરંપરા બની છે. ગુલામીના કાળમાં પણ આપણે 1000-1200 વર્ષ સુધી આપણે આ લડાઈ લડી શક્યા, દેશની અસ્મિતા, સંસ્કૃતિ પરંપરા માટે મરજીવાઓની કતાર લાગી રહી તે કઈ પ્રેરણા હશે? આ દેશની આધ્યાત્મિક ચેતના છે. આપણી આધ્યાત્મિક પરંપરાઓ સામાજિક ચેતનાઓનું કેન્દ્ર રહી છે, તેના કારણે પરિવર્તન પણ આવ્યું છે. સમય જતા કેટલી ચીજો વિસરાઈ ગઈ હોય પરંતુ તેના મૂળમાં જઈએ તો એ ચેતના પ્રગટ થતી જોવા મળે છે. હવે એક છગન બાપાથી નહીં ચાલે હવે સેંકડો છગન બાપાની જરૂર છે. જે નવી વ્યવસ્થા આપે, નવી દિશા આપે.વડાપ્રધાને કહ્યું કે આપણે માના ધામમાં આવીએ અને માના ગર્ભમાં જ દીકરીને મારી નાખીએ તો ચાલે? હું પહેલાં ઊંજાના લોકોથી નારાજ હતો. પહેલાં દીકરાઓ સામે દીકરાની સંખ્યા સૌથી ઓછી ઊંજામાં હતી. આ મા ઉમિયાના આશિર્વાદ લઈને મારી તમારે પાસે માંગું છું. ઉમિયા માતાની સાક્ષીએ માંગું છું આપશો આપશો? મા ઉમિયાના ચરણોમાં માને પગે લાગીને પ્રણામ કરીએ હવે આપણા સમાજમાં ભૂલથી પણ, દીકરીઓને મારવાના પાપમાં નહીં પડીએ. ભૃણ હત્યાનું પાપ નહીં કરીએ. આપણા સમાજમાં જન્મેલો ડૉક્ટર પણ ખોટા રસ્તે લઈ જાય. આપણે આપણી શક્તિનો ઉપયોગ કરી બીજા સમાજને સમજાવીએ દીકરો દીકરી બરાબર છે.આજે રમત ગમત હોય, 10માં પરિણામ હોય 12નું પરિણામ હોય સમાજનું ગૌરવ દીકરીઓ ઘરનું નામ ઉજાળી નાખે છે. દીકરી હોય તો એવું વિચારે કે મા બાપને કહે છે મારે લગ્ન નથી કરવા. મા ઉમિયાના ધામમાં સંકલ્પ લઈએ કે દીકરા-દીકરી એક સમાન છે.