મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 16 મે 2021 (10:33 IST)

યશ- અપયશને પચાવીને આગળ વધીશું તો જીત નિશ્ચિત છે- મોહનજી ભાગવત

દિલ્હી સ્થિતિ વિવિધ સમાજ સેવી અને ધાર્મિક સંસ્થાઓ જેમાં સેવા ભારતી, ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્શ, ઈશા ફાઉન્ડેશન, આર્ટ ઓફ લીવીંગ, સેવા ભારતી વગેરે સંસ્થાઓના બનેલા સંયુક્ત મંચ “કોવીડ રિસ્પોન્સ ટીમ” અંતર્ગત ૧૧ મેથી શરુ થયેલ “ પોઝીટીવીટી અનલીમીટેડ”(PositivityUnlimited) લેકચર સીરીઝના સમાપન પ્રસંગે  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘ ચાલક મોહન ભાગવત વર્તમાન સંક્ટ પર બોલ્યા હતા.
 
મોહન ભાગવતે કહ્યું કે  પરિવાર ને પ્રશિક્ષિત  કરવાનો આ સમય છે, માસ્ક પહેરવો, પર્યાપ્ત શારીરિક અંતર જાળવવું સેનીટાઈઝર નો ઉપયોગ, સ્વચ્છતા જાળવવી. પોષ્ટિક આહાર લેવો. આ બધી વાતો ખબર છે  પરંતુ આ વાતો થી સાવધાની રાખવી  આવશ્યક છે. સાવધાની હટી કે દુર્ઘટના ઘટી.
 
મોહનજી ભાગવતે સંધ સ્થાપક ડૉ કેશવ બલીરામ હેડગેવારને યાદ કરતા કહ્યું કે ડૉ હેડગેવારે એમની કિશોર અવસ્થામાં પ્લેગની મહામારીમાં લોકોની સેવા કરતા કરતા એમના માતા પિતા બંને સ્વર્ગવાસ પામ્યાએ વખતે પુરતી દવાઓ પણ નહોતી પરંતુ એના કારણે એમના મનમાં સમાજ પ્રત્યે નિરાશા નહિ આવી પરંતુ આ માતા પિતાના વિયોગના દુખમાંથી સમગ્ર સમાજ પ્રત્યે નિરપેક્ષ આત્મીયતાનો સ્વભાવ બનાવ્યો.
 
એમણે બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી ચર્ચિલની એક વાત પણ યાદ કરી  ચર્ચીલે કહ્યું હતું કે “આપણે હારની ચર્ચા કરવામાં રસ નથી ધરાવતા, આપણે  જીતવાનું છે સંપૂર્ણ રાષ્ટ્રે જીતવાનું છે” મોહન ભાગવતે ઉમેર્યું કે જીત નો સંકલ્પ મહત્વનો છે એટલું જીત મેળવવા કરવા પડતા પ્રયાસ ના સાતત્યનું મહત્વ છે. પ્રથમ લહેર પૂરી થઇ પછી આપણે ગફલતમાં આવી ગયા, હવે જયારે ત્રીજી લહેરની વાત ચર્ચાઈ રહી છે ત્યારે એનાથી ડરવાનું નથી. 
 
એક અંગ્રેજી કહેવત “SUCCESS IS NOT FINAL, FAILURE IS NOT FATAL, THE COURAGE TO CONTINUE IS THE ONLY THING THE MATTERS” ને ટાંકતા કહ્યું કે યશ અપયશનો ખેલ ચાલે જાય છે. પરંતુ નિરંતર ચાલતા રહેવું એજ મહત્વનું છે. યશ અને અપયશને પચાવીને સત્યની પ્રાપ્તિ સુધી દ્રઢ સંકલ્પ સાથે આગે વધવું. એના આધારે જ આપણે જીતીશું.