શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 16 સપ્ટેમ્બર 2021 (11:48 IST)

મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારનો મંત્રીમંડળમાં સમાવેશ થતાં સમગ્ર પંથકમાં ખુશીની લહેર

પ્રસરી જવા પામી હતી. ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. નિમિષાબેનને સ્થાન મળતાં કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. બે ટર્મથી મંત્રી રહેલા કદાવર નેતા જયદ્રથસિંહ પરમારનું પત્તું કપાઇ ગયું છે. પંચમહાલ માં કહી ખુશી કહી ગમ જેવો માહોલ સર્જાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે બે મહિલાઓને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. 
 
તો આ તરફ ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. જેને લઇને નરેશ પટેલના ઘરે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. પરિવારમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે. પરિવારે મોઢું મીઠું કરાવીને ઉજવણી કરી હતી. કાર્યકર્તાઓએ તેમના ઘરની બહાર ફટાકડા ફોડીને ઉજવણી કરી રહ્યા છે. 
 
જામનગરમાં નવા મંત્રી રાઘવજી પટેલના ઘર પર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પુત્ર જયેન્દ્ર પટેલ અને પુત્રવધૂએ મો મીઠા કરાવી ખુશી વ્યક્ત કરી હતી. પરિવારમાં આનંદ ની લાગણી જોવા મળી રહી છે. સમર્થકો ટોળા રાઘવજી પટેલના ઘરે અભિનંદન આપવા પહોંચી ગયા છે. ઉજવણીની તૈયારી શરૂ થઇ ગઇ છે.