શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 11 ફેબ્રુઆરી 2017 (12:24 IST)

નલિયા ૬.૪ ડિગ્રીમાં ઠુંઠવાયું: અમદાવાદમાં ૧૩.૧ ડિગ્રી તાપમાન

શિયાળાની મોસમે અંતિમ તબક્કામાં પ્રવેશ કરી લીધો હોવા છતાં રાજ્યના મોટાભાગના શહેરમાં તેનું પ્રભુત્વ અકબંધ છે. ૬.૪ ડિગ્રીના સરેરાશ લઘુતમ તાપમાન સાથે નલિયા સૌથી વધુ ઠંડુગાર બની રહ્યું હતું જ્યારે અમદાવાદમાં ૧૩.૧ ડિગ્રી ઠંડી નોંધાઇ હતી. કચ્છ-સૌરાષ્ટ્રમાં ઠંડીનું પ્રમાણ સૌથી વધુ  અનુભવાઇ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં આગામી પાંચ દિવસ દરમિયાન સરેરાશ લઘુતમ તાપમાન ૧૫ ડિગ્રીની આસપાસ રહેશે. આમ, અમદાવાદમાં આગામી દિવસોમાં વધારે ઠંડી અનુભવાય તેની સંભાવના નહિવત્ છે. હવામાન અંગે આગાહી કરતી એક ખાનગી વેબસાઇટના મતે અમદાવાદમાં રવિવારથી જ ઠંડીનું પ્રમાણ તબક્કાવાર ઘટતું જશે અને સરેરાશ લઘુતમ તાપમાનનો પારો ૧૯ ડિગ્રીને વટાવી જાય તેવી  પૂરી સંભાવના છે.  ગત રાત્રિએ નલિયા ઉપરાંત રાજકોટ, કચ્છના માંડવી, ડીસા, વલસાડ, ભૂજ, દીવમાં પણ સરેરાશ લઘુતમ તાપમાનનો પારો ૧૨ ડિગ્રીથી નીચે નોંધાયો હતો.