શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 8 એપ્રિલ 2021 (22:30 IST)

મેં તને સાચો પ્રેમ કર્યો તે દગો આપ્યો, કહી યુવકે લગાવી મોતની છલાંગ

બાલાસિનોર નગરમાં આવેલી મહાલક્ષ્મી સોસાયટીમાં રહેતા સુરેશભાઈ પટેલનો દીકરો હર્ષિલ પટેલ પ્રેમમાં દગાના કારણે તેને 5 એપ્રિલના રોજ ગળતેશ્વર તાલુકાની સનાદરા ખાખરા વચ્ચેની નર્મદા કેનાલમાં ઝંપલાવતા બે દિવસ બાદ તેનો મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો.
 
મૂળ વીરપુર તાલુકાના વરધરા ગામના સુરેશભાઈ પટેલનો દીકરો હર્ષિલ પટેલ ઉચ્ચ અભ્યાસ એમબીબીએસની ડીગ્રી માટે ફિલીપાઈન્સ ખાતે ભણતો હતો. અને જે રજાઓમાં ઘરે આવ્યો હતો. 
 
ત્યારે 5 એપ્રિલ ના રોજ સાજન સુમારે તે તેની બાઇક લઇને નર્મદા કેનાલ પર બાઇક મૂકી અને કેનાલમાં ઝંપલાવતા બે દિવસ બાદ તેનો મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ હતી. તેમજ સમગ્ર બાબતે સેવાલિયા પોલીસે ફરિયાદ લઇ આગળ ની તપાસ હાથ ધરી છે.