શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 16 સપ્ટેમ્બર 2017 (12:36 IST)

ગુજરાત સરકારે હાઈકોર્ટમાં હાર્દિકની ધરપકડ કરવા રજુઆત કરી

પાટીદાર આંદોલન ફરીથી ઘગઘગતુ થયું છે. ત્યારે તેના પ્રણેતા હાર્દિક પટેલ સામે દાખલ થયેલા રાજદ્રોહના કેસમાં તેની ધરપકડ કરવા માટે સરકારે કોર્ટમાં રજુઆત કરી હતી. આ કેસમાં હાર્દિકને મળેલા જામીનની શરત પ્રમાણે તેણે દર સપ્તાહે કોર્ટમાં હાજરી આપવી ફરજીયાત છે. પરંતુ તાજેતરમાં જ મુદત હોવા છતાં તે હાઈકોર્ટમાં હાજર થયો નહોતો. જેથી આ કારણથી ગુજરાત સરકારે કોર્ટમાં અરજી દાખલ કરીને હાર્દિક પટેલ સામે ધરપકડ વોરંટ જાહેર કરવાની માંગ કરી છે. સરકારે કોર્ટમાં કરેલ રજુઆત મુજબ હાર્દિક પટેલ મનમાની કરીને જામીનની શરતોનોભંગ કરી રહ્યો છે. જામીન આપતી વખતે કોર્ટે હાર્દિકને સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે, તેને દર શુક્રવારે કોર્ટ સમક્ષ હાજર થવાનું રહેશે. જો કે  હાર્દિકે શુક્રવારે કોર્ટમાં હાજર ન રહીને જામીનની આ શરતનો ભંગ કર્યો છે. બીજી તરફ હાર્દિક પટેલે આ મામલે પોતાની વ્યસ્તતાનું કારણ રજૂ કરી કોર્ટમાં હાજર ન રહેવા બદલ માફી માંગી હતી. તેમજ હવે પછી આવી કોઈપણ ભૂલ ન કરવાની અને જામીનની તમામ શરતોનું ચુસ્તપણે પાલન કરવાની ખાતરી આપી હતી.