શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 27 જાન્યુઆરી 2018 (14:05 IST)

બ્રહ્મ સમાજની આયોગની માંગણી સાથે શક્તિ પ્રદર્શન

ભાજપ સરકાર સામે હવે ધીમે ધીમે દરેક સમાજ મોરચો ખોલતો જાય છે તેમાં હવે બ્રહ્મ સમાજનું નામ પણ ઉમેરાયું છે. બ્રહ્મ વિકાસ આયોગની માંગણીને લઈને બ્રહ્મ સમાજના યજ્ઞેશ દવેની આગેવાની હેઠળ આજે ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધીની રેલી કાઢવામાં આવી હતી જેમાં હજારોની સંખ્યામાં બ્રાહ્મણો જોડાયા હતાં.

બ્રહ્મ સમાજ દ્વારા ગુજરાતમાં વસતા ૬ર લાખ બ્રાહ્મણોના આર્થિક, શૈક્ષણિક, સામાજીક અને સ્વાસ્થ્ય, સંસ્કૃતિ ઉત્કર્ષ માટે બ્રહ્મ વિકાસ આયોગ રચવાની બ્રહ્મ સમાજ દ્વારા માંગ કરવામાં આવેલ છે, જેમાં રાજય સરાર દ્વારા અન્ય જ્ઞાતિઓને જેવી કે, ગુજરાત સરકાર દ્વારા ક્ષત્રિય, ઠાકોર વિકાસ નિગમ, અનુસૂચિત જાતિ વિકાસ નિગમ, આદિજાતિ વિકાસ નિગમ,ગોપાલક વિકાસ બોર્ડ, મુસ્લિમ વકફ બોર્ડ જેવી સંસ્થાઓની રચના કરેલી છે અને પાટીદારો માટે પણ અલગ બોર્ડ કે આયોગની રચનાની વિચારણામાં છે ત્યારે બ્રહ્મવિકાસ આયોગની સ્થાપના કરવામાં આવે તેવી માંગણી સમાજ દ્વારા કરવામાં આવેલ હતી જેના અનુસંધાનમાં આજે ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારોજની સંખ્યામાં લોકો જોડાયા હતાં અને ભાજપ સરકાર પ્રત્યે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. બ્રહ્મ વિકાસ આયોગની માંગ માટે સરકારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પરંતુ સામે ચુંટણી હોવાથી આંદોલન ધીમું પાડવામાં આવ્યું હતું જો કે ચુંટણી બાદ પણ ભાજપ સરકાર દ્વારા બ્રહ્મ સમાજની માંગણીઓ પર કોઈ ધ્યાન આપવામાં ના આવતાં આજે હજારોની સંખ્યામાં બ્રાહ્મણોએ રેલી કાઢીને ગાંધી આશ્રમથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ સમાપન થયું હતું.