મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 10 એપ્રિલ 2018 (13:34 IST)

રાજ્યમાંથી ટેકાના ભાવે 8.30 લાખ મેટ્રીક ટન મગફળી ખરીદાઇ : સરકારનો દાવો

એક તરફ ખેડૂતો પાસેથી પુરતા પ્રમાણમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ન થતી હોવાની વ્યા૫ક ફરિયાદો ઉઠી હતી. તેમજ તેના કારણે ખેડૂતોએ મજબુરીવશ ખૂલ્લી બજારોમાં ખુબ જ નીચા ભાવે ખોટ ખાઇને મગફળી વેંચવી ૫ડી હોવાના આક્ષેપો ૫ણ થઇ રહ્યા છે. તેવી સ્થિતિ વચ્ચે રાજ્યમાંથી અત્યાર સુધીમાં સરકાર દ્વારા ટેકાના ભાવે રૂ.3735.20 કરોડની કિંમતની 8.30 લાખ મેટ્રીક ટન મગફળીની ટેકાના ભાવે ખરીદી કરાઇ હોવાનો દાવો કરાયો છે !

રાજ્યમાંથી 12 માર્ચના 40 કેન્દ્રો પરથી રૂ.5450 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં 48 કેન્દ્રો શરૂ કરવામાં આવેલ છે. ટેકાના ભાવે ખરીદી માટે 29739 જેટલા ખેડૂતો દ્વારા રજીસ્ટ્રેશન કરાવવમાં આવ્યુ છે. અત્યાર સુધી કુલ 1366.76 મે,. ટન જેટલી ખરીદી કરવામાં આવી છે જેનૂ મુલ્ય રૂ.7447.29 લાખ જેટલુ થાય છે. તેમજ રાજ્યના કુલ 13462 ખેડૂતોએ તેનો લાભ લીધો છે. સરકારે જાહેર કરેલા આંકડા અનુસાર મગફળી ઉ૫રાંત તુવેરની 13664.76 મે.ટન ખરીદી કરવામાં આવી છે, જેનુ મુલ્ય 7447.29 લાખ થાય છે. અડદની 19938.54 મે.ટન ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે, જેનુ મુલ્ય રૂ.107.67 કરોડ જેટલુ થાય છે, તથા રાજ્યમાંથી ચણા અને રાયડાની પણ ટેકાના ભાવે સરકાર દ્વારા ખરીદી કરવામાં આવશે. રાજ્યમાં 4,49,545 ખેડૂતોએ ટેકાના ભાવે ખરીદીનો લાભ લીધો છે. રાજ્ય સરકારની નોડલ એજન્સીઓ દ્વારા અડદની રૂ.5400 પ્રતિ  ક્વિન્ટલના ભાવે રાજ્યના 21 કેન્દ્રો પરથી ખરીદી શરૂ કરવામાં આવી છે. રૂ.107.67 કરોડના મૂલ્યના અડદની 19938.54 મે.ટન ખરીદી કરવામાં આવી છે. તેમજ કુલ 16576 ખેડૂતોએ તેનો લાભ લીધો છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યમાંથી ટેકાના ભાવે ચણાની 91000 ટન અને રાયડાની 90,000 ટન ખરીદી કરવાની મંજૂરી આપવામાં આવેલ છે. જે અન્વયે રાજ્યમાં ચણાની ખરીદી માટે 30 જિલ્લાઓમાં 37 કેન્દ્રો  અને રાયડાની ખરીદી માટે 10 જિલ્લઓમાં 24 ખરીદે કેન્દ્રો શરૂ કરવામાં આવશે.