ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 18 એપ્રિલ 2018 (11:10 IST)

રાજકોટમાં બેટી બચાવો ભાજપ ભગાવોના કોંગી મહિલાઓના સુત્રોચ્ચાર સાથે કેન્ડલ માર્ચ

કઠુઆ - ઉન્નાવ સહિત ગુજરાતમાં સુરત અને રાજકોટનો બાળકી પર થયેલા બળાત્કારની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. ત્યારે રાજકોટમાં કોંગ્રેસની મહિલાઓએ રાજ્યમાં વધી રહેલા અત્યાચારો વિરૂદ્ધ કેન્ડલ માર્ચ કરીને વિરોધ દર્શાવ્યો હતો. કેન્ડલ માર્ચનું મંગળવારે સાંજે જિલ્લા પંચાયત ચોકથી બહુમાળી ચોક સુધી આયોજન કરવામાં આવ્યું હતું. આ કેન્ડલ માર્ચમાં બહોળી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા મહિલાઓ સાથે થતા અત્યાચાર સામે સૂત્રોચ્ચારો કર્યા હતા.

જેમાં મહિલાઓ રસ્તા પર ઉતરી બેટી બચાવો ભાજપ ભગાવોના સુત્રોચ્ચાર કર્યા હતા. મહિલા પર થતા અત્યાચારના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ગત સાંજે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હોય મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉમટી પડ્યા હતા. તેમજ મહિલાઓ પર થતા અત્યાચારની ઘટનાને વખોડી કાઢી હતી.