ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 22 મે 2018 (13:19 IST)

અમદાવાદમાં યુવાને પત્ની અને બે પુત્રીને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી

અમદાવાદ શહેરના જજીસ બંગલો ખાતે રત્ન ફ્લેટમાં ફાયરિંગ કરી પરિવારના 3 લોકોની હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર અમદાવાદ શહેરના રત્ન ફ્લેટમાં ધર્મેશ શાહ નામના વ્યક્તિએ પોતાની પત્ની અને 2 પુત્રીઓને પોતાની લાઇસન્સવાળી રિવોલ્વરથી હત્યા કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

પોલીસે આ મામલે હત્યારાની ધરપકડ કરી વધું તપાસ હાથ ધરી છે.ધર્મેશ શાહે તેની પત્ની અમી શાહ અને બે દીકરીઓ દીક્ષા તથા હેલીને પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી ફાયરિંગ કરીને ત્રિપલ હત્યાને અંજામ આપ્યા બાદ પોતે ધર્મેશે જ પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો હતો અને હત્યાની જાણ કરી હતી સાતે જ હત્યારા ધર્મેશે સગાવ્હાલાને પણ આ ઘટના અંગે જાણ કરી હતી. હત્યા બાદ ધર્મેશ ફ્લેટમાં જ રોકાયો હતો. હાલમાં ધર્મેશે પગલું નાણાંકીય ભીડના કારણે ભર્યું હોવાનું જાણવા મળે છે. જો કે ત્રણની હત્યા કરીને પોતે કેમ આપઘાત ન કર્યો તે સવાલ હાલમાં ચર્ચાઈ રહ્યો છે.