શનિવાર, 21 સપ્ટેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 30 એપ્રિલ 2020 (12:01 IST)

સર્વે: હેલ્થકેર વર્કર્સમાં જોવા મળ્યા શારીરિક લક્ષણો અને માનસિક પરિણામો

કોરોના વાયરસ મહામારી ફાટી નિકળ્યા પછી ભારતનાં 3 કેન્દ્રો અને સિંગાપુરના 2 કેન્દ્રમાં હાથ ધરાયેલા અભ્યાસમાં  જાણવા મળ્યું છે કે હેલ્થકેર વર્કર્સની મોટી સંખ્યા  શારીરિક લક્ષણો તથા માનસિક પરિણામો ધરાવે છે. ઈન્ટરનેશનલ જર્નલ “બ્રેઈન, બિહેવીયર અને ઈમ્યુનિટી” માં પ્રસિધ્ધ થયેલ આ અભ્યાસના લેખકોમાં ન્યુરોલોજીવિભાગના વડા ડો. અરવિંદ શર્માનો સમાવેશ થતો હતો. થયેલી અસરનું ઉચ્ચ પરિબળ આ અત્યંત અધિકૃત અને વૈજ્ઞાનિક જર્નલમાં જણાવવામાં આવ્યુ છે.  આ સર્વેક્ષણના અન્ય લેખકોમાં ઝાયડસ હૉસ્પિટલના ડો. ભાર્ગેશ પટેલ અને ડો. કેનમનો પણ સમાવેશ થતો હતો. 
 
ભારત અને સિંગાપુરની 5 મોટી હૉસ્પિટલોમાં તા.19 ફેબ્રુઆરીથી 17 એપ્રિલ સુધી યોજાયેલા આ અભ્યાસમાં 906 ડોકટરો, નર્સો અને સંબંધિત હેલ્થકેર વર્કર્સ તથા  વહિવટી અને ક્લેરિકલ સ્ટાફ તેમજ મેઈન્ટેનન્સ વર્કર્સ સામેલ થયા હતા. આમાંથી 426 હેલ્થકેર વર્કર્સ ભારતના હતા અને 480 સિંગાપુરના હતા. 
 
ભારતનાં 3 સેન્ટરમાં ઝાયડસ હૉસ્પિટલ, અમદાવાદમાં ડો. શર્માની આગેવાની હેઠળ 171 પ્રતિભાવ મેળવાયા હતા. બે અન્ય સેન્ટરમાં હૈદ્રાબાદ અને ઈરોડનો સમાવેશ થતો હતો. યશોદા હૉસ્પિટલના સિનિયર ન્યુરોલોજીસ્ટ ડો. કોમલ કુમારની આગેવાની હેઠળ 159 અને ટીએન સેન્થીલ મલ્ટી સ્પેશ્યાલિટી હૉસ્પિટલના ન્યુરોલોજીસ્ટ ડો. મિનાક્ષી  કુમારી જી. શંકરની આગેવાની હેઠળ 96 પ્રતિભાવ મેળવવામાં આવ્યા હતા. સિંગાપુરનાં બે સેન્ટરમાંથી480 પ્રતિભાવ મેળવાયા હતા. સમગ્ર પ્રોજેકટની આગેવાની નેશનલ યુનિવર્સિટી હૉસ્પિટલ, સિંગાપુરના એસોસિએટ પ્રોફેસર ડો. વિજય કે. શર્માએ લીધી હતી.
 
“આ સર્વેક્ષણમાં આવરી લેવામાં આવેલા વર્કર્સમાં 96 (10.6 ટકા)માં હતાશા જોવા મળી હતી અને 142 (15.7 ટકા) માં અજંપો જોવા મળ્યો હતો. સમાન પ્રકારે 47 (5.2 ટકા) માં તાણ વર્તાતી હતી અને 67 (7.4 ટકા) માં પોસ્ટ-ટ્રોમેટીક સ્ટ્રેસ ડીસઓર્ડર (પીટીએસડી) જોવા મળ્યો હતો તેવું અભ્યાસના તારણો અંગે ડો. શર્મા જણાવે છે.
 
આ અભ્યાસમાં એવુ તારણ દર્શાવવામાં આવ્યું છે કે ભારતના હેલ્થકેરવર્કર્સની ખૂબ મોટી ટકાવારીમાં પોઝિટિવ ડીપ્રેશન (હતાશા) જોવામળ્યું હતું. (સિંગાપુરમાં9 ટકાની તુલનામાં 12.4 ટકા) જ્યારે અજંપો (સિંગાપુરમાં 14.4 ટકાની તુલનામાં 17.1 ટકા) જોવા મળ્યો હતો. બંને દેશોના હેલ્થકેર વર્કર્સ પીટીએસડીનુ સરખુ પ્રમાણ જોવા મળ્યુ હતુ ( સિંગાપુરમાં 7.5 ટકા તથા ભારતમાં 7.3 ટકા, જ્યારે સિંગાપુરમાં 6.5 ટકાની તુલનામાં ભારતમાં 3.8 ટકા જેટલો પોઝીટીવ સ્ટ્રેસ (તાણ) જોવા મળ્યો હતો. આ અભ્યાસમાં હેલ્થકેર વર્કર્સમાં મોટા પ્રમાણમાં શારીરિક લક્ષણો પ્રવર્તમાન હોવાનું જણાયું હતું.
 
“હેલ્થકેર વર્કર્સમાં અત્યંત સામાન્ય પ્રમાણમાં જે લક્ષણો જોવા મળ્યા હતા તેમાં માથાનો દુઃખાવો (289,31.9 ટકા), ગળામાં દુઃખાવો (304,33.6 ટકા), અજંપો (242,26.7 ટકા), બેકાળજી (241,26.6 ટકા), અને ઈન્સોમનીઆ (190,21.0 ટકા)જોવા મળ્યો હતો”તેમ ડો. શર્મા જણાવે છે.
 
“સર્વેક્ષણ પછીના એક માસ દરમ્યાન 302 (33.3 ટકા) પ્રતિભાવ આપનારમાં કોઈ લક્ષણો જણાયા ન હતા. 115 (12.7 ટકા) માં એક લક્ષણ, 113 (12.5 ટકા)માં બે લક્ષણ, 73 (8.1 ટકા) માં ત્રણ લક્ષણો તથા 303 (33.4 ટકા) માં 4 થી વધુ  લક્ષણો જોવા મળ્યા હતા. આમ છતાં આ લક્ષણો સામાન્યપણે મંદ હતા. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.”
 
“સર્વેક્ષણમાં આવરી લેવાયેલા 906 હેલ્થકેર વર્કર્સમાંથી 48 (5.3 ટકા) વ્યક્તિઓમાં સામાન્યથી માંડીને અતિ ગંભીર પ્રમાણમાં હતાશા જોવા મળી હતી અને 79 (8.7 ટકા) માં સામાન્યથી માંડીને અત્યંત ઘનિષ્ટ પ્રમાણમાં અજંપો જોવા મળ્યો હતો. 20 (2.2 ટકા) માં સામાન્યથી માંડીને અત્યંત સઘન પ્રમાણમાં તાણ વર્તાતી હતી અને 34 (3.8 ટકા) માં સામાન્યથી માંડીને ગંભીર પ્રકારનો માનસિક થાક વર્તાતો હતો.”
 
અભ્યાસમાં નોંધ લેવામાં આવી છે કે કોરોના વાયરસ (કોવિદ-19) નો ચેપ વ્યાપક પ્રમાણમાં હતો અને નૉન-સ્પેસીફિક અને અન્ય વાયરલ ઈન્ફેક્શન જેવો જ હતો.