કોંગ્રેસનો જૂથવાદ ગુજરાતમાંથી કોંગ્રેસને સાફ કરી નાંખશે? પ્રમુખ-નેતા વચ્ચે ટકરાવ

Last Modified શનિવાર, 12 મે 2018 (14:54 IST)

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી વચ્ચેનો ગજગ્રાહ ચરમસીમાએ પહોચ્યો હોવાની ચર્ચા છે.આજે ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં
ચાલી રહેલી કામગીરી સંદર્ભે રાહુલ ગાંધી સાથે બેઠક યોજવાની છે ત્યારે આ બંને નેતાઓએ દિલ્હીમાં સાથે જવાનું ટાળ્યુ છે. વિપક્ષ નેતા શુક્રવારે
વહેલા દિલ્હી અકિલા રવાના થઇ ગયા છે તો પ્રમુખ દિલ્હી જવા રાતે ઉપડ્યા હતા. બે યુવા નેતા વચ્ચેના ટકરાવને લઇ કોંગ્રેસ ભવનમાં ચર્ચા જાગી
છે. કોંગ્રેસમાં જૂથવાદનો સડો નાબુદ થાય તે માટે હાઇકમાન્ડે યુવા નેતાઓને જવાબદારી
સોંપી છે .

જો કે ગુજરાત કોંગ્રેસમાં હવે નવો જૂથવાદ
સામે આવી રહ્યો છે. તાજેતરમાં જ શહેરી વિસ્તારોને મજબુત કરવા માટે પ્રદેશ કોંગ્રેસે કમિટીની રચના કરી હતી. જેના વડા તરીકે સ્વાભાવિક રીતે પ્રદેશ
પ્રમુખને જાહેર તો કરાયા પરંતુ વિપક્ષ નેતાઓની આ કમિટીઓમાંથી બારોબાર બાદબાકી કરી દેવામાં આવી છે હોદ્દાની રૂએ વિપક્ષ નેતાને કમિટીમાં સ્થાન
હોય પણ અંદરો અંદરના કકળાટના કારણે વિપક્ષ નેતાના નામ પર જ ચોકડી મારવામાં આવી છે. સંગઠનમાં બંને નેતા પોતાનું વધુને વધુ લોકો ગોઠવાય તે
માટે હરિફાઇ પર ઉતરી આવ્યા છે. આ બાબતને લઇને પણ કોંગ્રેસમાં કડવાશ ઉભી થઇ છે. શનિવારે દિલ્હીમાં હાઇકમાન્ડ સાથે બેઠક થવાની છે., તેમાં ગુજરાતમાં
અત્યાર સુધી થયેલા જિલ્લા પ્રવાસ, જિલ્લા સ્તરે માળખામાં પ્રાથમિક તબક્કે નક્કી થયેલા નામો અંગે ચર્ચા કરાશે.
આ પણ વાંચો :