મંગળવાર, 8 એપ્રિલ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 11 માર્ચ 2020 (14:05 IST)

મને કોંગ્રેસનું આમંત્રણ આપનારા જાણી લે હું ભાજપમાં છું અને ભાજપમાં જ મરવાનો છું: નીતિન પટેલ

વિધાન સભામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પોતાના વિસે કોંગ્રેસ ના નેતાઓ અલગ અલગ નિવેદન આપીને પોતીની રાજનીતિ ચલાવતા હોવાની વાત કરીને આક્રમક મૂડમાં આવ્યા હતા.તેમણે જણાવ્યું કે હાલ મારા નામનો ઉપયોગ કરનાર તમામને હું ચીમકી આપું છું કે મારા નામનો ઉપયોગ ન કરો હાલ તો કોંગ્રેસ માં ભાગદોડ મચી છે.તમે મારા નામથી રાજનીતિ ના કરો તમે ખોવાઈ ગયા છો એનાથી વધુ ખોવાઈ જશે. નીતિન પટેલ કોંગ્રેસ માં અવવાની વાતો કરીને કૉંગ્રેસ નેતા પોતાની રાજનીતિ ચલાવી રહ્યા છે.આ વાતથી નીતિન પટેલ ઉશ્કેરાઈ ગયા હતા.અને કહ્યું હતું કે હું ભાજપમાં જ છું અને ભાજપમાં જ મરીશ. મને રાજપા વખતે પણ અનેક લાલચો આપી પણ હું પહેલા પણ મારી વાત પર અડગ છું હું કોઈ લાલચ થી પ્રેરાયો નથી અને ક્યારેય પ્રેરાઇસ નહીં.