મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 24 ઑક્ટોબર 2019 (15:43 IST)

નિતિન પટેલનું સૂચક અને ચર્ચાસ્પદ નિવેદનઃ મને એક સીટની જવાબદારી સોંપાઈ અને એ અમે જીત્યા

આજે રાજ્યમાં 6 વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરી થઇ રહી છે. ભાજપે બાયડ બેઠક ગુમાવી દીધી છે, જ્યારે ખેરાલુ બેઠકની જ સ્થિતિ સ્પષ્ટ થઇ છે. ખેરાલુમાં ભાજપની જીત થઇ છે. ભાજપનાં ઉમેદવાર અજમલજી ઠાકોર 20 હજારથી વધુનાં મતો સાથે જીતી ગયા છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે આ જીતની ખુશી વ્યક્ત કરી છે. રાજ્યના ડેપ્યૂટી સીએમ નિતીન પટેલે આ અંગે કહ્યું કે, ખેરાલુની એક પેટાચૂંટણીની જવાબદારી મને સોંપવામાં આવી હતી. તેમાં અમે જીત્યા છે. તેની મને પણ ખુશી છે અને કાર્યકર્તાઓને પણ ખુશી છે. અમે જીતની શરૂઆત કરી દીધી છે.’ ખેરાલુમાં ભાજપનાં ઉમેદવાર અજમલજી ઠાકોર વિજય થયા છે. આ ભાજપની પરંપરાગત સીટ છે. જેમાં અમારા કાર્યકર્તાઓની ઘણી જ મહેનત છે તથા પ્રજાનાં આશીર્વાદ છે.હાલ લુણાવાડા સહિત 3 બેઠકો પર કાંટાની ટક્કર જોવા મળી રહી છે. રાધનપુરમાં પણ ભાજપના ઉમેદવાર અને પક્ષપલટું અલ્પેશ ઠાકોર હારે તેવા સ્પષ્ટ સંકેત દેખાઇ રહ્યા છે.