ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 28 જુલાઈ 2018 (17:06 IST)

ગુડ ન્યુઝ - શાળા-કોલેજોમાં હવે નવલી નવરાત્રીમાં પડશે 9 દિવસની રજાઓ... !!

રાજ્ય સરકાર દ્વારા વધુ એક શિક્ષણલક્ષી મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. શાળા કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર છે. કારણ કે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે. હવેથી નવરાત્રિ દરમિયાન તા. ૧0 ઓક્ટોબર થી 18 ઓક્ટોબર ૨૦૧૮ સુધી 9 દિવસ શાળા-કોલેજોમાં રજા રાખવામાં આવશે. રાજ્યના શિક્ષણ રાજ્યપ્રધાન વિભાવરીબેન દવેએ આ જાહેરાત કરી છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન રજા રહેશે. 
 
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં નવરાત્રિનો તહેવાર ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી ઉજવાય છે. નવરાત્રિ ગુજરાતનો મહત્વનો તહેવાર છે. મોડી રાત સુધી તમામ લોકો ગરબા રમતા હોય છે. જેથી સવારે શાળા કે કોલેજોમાં જવા માટે મુશ્કેલી થાય છે. આ દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ શાળા-કોલેજોમાં રજા રાખતા હોય છે. હવેથી રજા જાહેર કરતા વિદ્યાર્થીઓને કોઇપણ મુશ્કેલી નહીં પડે કે ન તો તેમનો અભ્યાસ બગડે.