1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 31 માર્ચ 2022 (10:48 IST)

એક જ પરિવારના ચાર સભ્યોની હત્યા કરનાર આરોપી વિનોદ મરાઠીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

અમદાવાદમાં એક જ પરીવારના ચાર સભ્યોની કરપીણ હત્યાના આરોપીને પકડવામાં ક્રાઈમ બ્રાન્ચની ટીમને 48 કલાક બાદ મોટી સફળતા હાથ લાગી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપી વિનોદ મરાઠીને ગુજરાતની બોર્ડર પરથી ઝડપી પાડ્યો છે. હવે તેની પૂછપરછમાં હત્યાકાંડ અંગે ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે. વિનોદની પૂછપરછમાં સામે આવ્યું કે, પત્નીના અન્ય પુરુષ સાથે સબંધની આશંકાના પગલે ઘરમાં અવારનવાર ઝઘડા થતા હતા. પત્નીના પ્રેમ સબંધનો અંત લાવવા માટે તેઓ નિકોલથી ઓઢવ ખાતે રહેવા આવ્યા હતા. જો કે હત્યાના દિવસે પણ પરિવાર સાથે ઝઘડો થયો હતો, જે બાદ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે હત્યા કરીને ફરાર થઈ ગયેલો વિનોદ અમદવાદથી સુરત ગયો હતો અને ત્યાંથી ઇન્દોર ગયો હતો જોકે ઇન્દોરથી બહાર અન્ય કોઈ રાજ્યમાં જતાં જ પોલીસે તેને ઝડપી લીધો હતો. 
 
છરીના ઘા મારી હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતુ
શહેરના ઓઢવ વિરાટનગર વિસ્તારમાં આવેલી દિવ્યપ્રભા સોસાયટીના મકાન નંબર 30માં એક પરીવારના 4 સભ્યોની લાશ મળી હતી. લાશની તપાસ કરતા પ્રાથમિક તપાસમાં તેમને છરીના ઘા મારી હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતુ. જોકે મોડી રાત્રે અમુક તપાસ ન થતાં બુધવાર સવારથી જ એફએસએલની ટીમો અને ટેકનિકલ એનાલીસીસની ટીમો આ કેસની તપાસમાં જોડાઇ ગઇ હતી. મૃતક સોનલ, દિકોર ગણેશ, દિકરી પ્રગતિ અને પત્નીની નાની સુભદ્રાબેનની હત્યામાં વિનોદ સાથે અન્ય કોઇ હતુ કે, કેમ તે માટે પોલીસે ઘરમાંથી ફિંગરપ્રિન્ટ પણ મેળવ્યા છે. એકલા વિનોદે કેવી રીતે ઠંડા કલેજે એક એક સભ્યોની હત્યા કરી હતી.
 
હત્યા કરવા માટે જ ઘર બદલ્યું હોવાનું અનુમાન
કેમ કે ચારેને એકસાથે માર્યા હોત તો ઝપાઝપી કે અન્ય તોડફોડ થઈ રૂમમાં થઈ હોત, પરંતુ એફએસએલની તપાસમાં તેવું કંઇ ધ્યાને આવ્યું નથી. તેના કારણે સ્પષ્ટ થયું છે કે વિનોદે તમામને કંઇ કેફી પીણું પીવડાવી કે પછી સૂઇ ગયા બાદ હત્યા કરી હશે અને તેની સાથે કોઇ અન્ય હત્યારો જોડાયેલો છે કે કેમ એ અંગે પણ પોલીસે ઊંડાણપૂ્ર્વક તપાસ હાથ ધરી છે. વિનોદ મહારાષ્ટ્રના સાંગલી તરફ ગયો હોવાનું બહાર આવ્યું હતું ત્યાર બાદ તે ત્યાથી ક્યા ગયો તે દિશામાં તપાસ હાથ ધરાઇ છે. સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમ પણ તે દિશામાં જ હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યુ હતુ. હત્યા કરવા માટે જ ઘર બદલ્યું અને જમણવાર રાખ્યો હોવાનું પણ અનુમાન પોલીસ લગાવી રહી છે. ત્યારે વિનોદને મકાનની લાલચ હતી કે નહી તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
 
કોલ-ડિટેલ્સ આધારે 4 શખસની અટકાયત
પોલીસની પ્રાથમિક તપાસ અને ટેક્નિકલ તપાસમાં બહાર આવ્યું છે કે, મૃતક સોનલ અન્ય લોકોના સંપર્કમાં હતી અને તે અન્ય કોઇને પ્રેમ કરતી હતી આમ તેને આ હત્યા કાંડ સાથે કોઇ લેવા દેવા છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. તેવામાં કોલ ડિટેલ્સ આધારે પોલીસે ચાર જેટલા શખ્સોની અટકાયત કરી છે. તેમની અલગ અલગ ટીમો સઘન પુછપરછ કરી રહી છે. આમ પ્રેમપ્રકરણમાં જ હત્યાકાંડ થયો હોવાનુ હાલ તો સ્પષ્ટ માની શકાય તેમ છે.