સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 14 જૂન 2021 (19:51 IST)

ઓનલાઈન અભ્યાસથી 9.90% બાળકો ટ, ઠ, ડ, ઢ વચ્ચેનો તફાવત સમજી શકતા નથી, 18% પેન સરખી રીતે પકડી શકતા નથી

છેલ્લાં બે વર્ષથી કોરોનાના કારણે વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે. ઓનલાઈન શિક્ષણના કારણે વિદ્યાર્થીઓમાં ખાસ કરીને ધોરણ 1થી 7ના વિદ્યાર્થીઓમાં શીખવાની અસમર્થતા જોવામાં આવી રહી છે. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થી જયેશ વાળાએ અધ્યાપક ડો.ધારા આર. દોશીના માર્ગદર્શન હેઠળ શહેર અને ગ્રામ્ય વિસ્તારના 990 બાળકો સાથેની વાતચીત જેમાં ચોંકવનારી વિગતો સામે આવી છે. આ ઉપરાંત મનોવિજ્ઞાન ભવનમાં ઘણા વાલીઓ ફરિયાદ કરતા હોય છે કે બાળક ભણવા બેસે ત્યારે તોફાને ચડી જાણીજોઈ ખોટું લખે છે. ખોટું બોલી શબ્દોના ખોટા ઉચ્ચારણ કરે છે. ત્યારે બાળક સાથેની વાતમાં ધ્યાને ચડ્યું કે બાળકને અમુક શબ્દોના ઉચ્ચારણ અને ખાસ ગણિત, વિજ્ઞાન જેવા વિષયોમાં તકલીફ સર્જાય છે.બાળકોને તેમની પ્રકૃતિથી વિરુદ્ધના સાધનોથી શિક્ષણ આપવાથી વ્યક્તિત્વ વિકાસમાં ખુબ જ મોટો પડકાર આવી શકે છે, શિક્ષકો, વાલીઓ અને સમાજે બાળમનોવિજ્ઞાન સમજવુ જરૂરી છે. ઘણી વિવિધ પ્રકારની શૈક્ષણિક અસક્ષમતા હોય છે. જેમાં બાળકને લખવા, વાંચવા, ગણિત સબધી સમસ્યાઓનો સમાવેશ થાય છે. સામાન્ય વાંચન લેખન કે ગણતરી પણ બાળક બહુ મંદ ગતિએ કરે છે અને જો સરખું ન થાય તો ગુસ્સે થઈ આક્રમક બને છે. વિવિધ પ્રકારની અસક્ષમતા વિશે જોઈએ. આ શિક્ષણ કે તાલીમને લગતી વિકૃતિ છે જેમાં બાળકને વાંચવામાં તકલીફ પડે છે અને બાળક વ્યવસ્થિત શબ્દોનું ઉચ્ચારણ કરી શકતું નથી. અહીં બાળક d અને b અથવા ટ, ઠ ડ, ઢ વચ્ચેનો તફાવત સમજી શકતો નથી. તે નવા શબ્દોને બહુ ધીરે શીખે છે અને તત્કાલ ભૂલી જાય છે. વાંચવામાં તકલીફ પડે છે. વાંચતી વખતે બહુ ધીરે વાંચે છે.આ એક ગાણિતિક વિકૃતિ છે. જેમાં બાળકને સાદા આંકડાઓ અને સાદું ગણિત પણ આવડતું નથી અથવા ખોટું કરે છે. સાવ પાયાની બાબતો પણ ગણિત વિશેની યાદ રહેતી નથી. દા. ત. મનોવિજ્ઞાન ભવનમાં ઘણા વાલીઓના બાળકોની સમસ્યાઓ માટે ફોન આવતા હોય છે. એક પરિવાર પોતાના બાળકની સમસ્યાઓ લઈને ભવન પર આવેલ. બાળકનું કાઉન્સેલિંગ થઈ રહ્યું છે જે છઠ્ઠા ધોરણનું બાળક છે આ બાળકને 4 માં 4 ઉમેરવાથી 8 થાય એ કરવામાં અસક્ષમ છે. આ એક લેખન વિકૃતિ છે. જેમાં બાળક સારી રીતે લખી શકતું નથી. આ વિકૃતિને કારણે બાળકના અક્ષરો ખૂબ ખરાબ થાય છે સાથે સ્પેલિંગ લખવામાં પણ તકલીફ પડે છે. આ વિકૃતિમાં બાળક પેન્સિલ કે પેન સરખી રીતે પકડી શકતું નથી. દા. ત. આઠમાં ધોરણનું બાળક ગુજરાતી માધ્યમમાં ભણતો હોવા છતાં સરખું ગુજરાતી લખી શકતો નથી. તેની માતા સાથે વાત થયા પછી ખબર પડી કે જો કોઈ અઘરો શબ્દ કે જોડિયા શબ્દો આવે તો તે લખી ન શકે તેને સરખું ફરી સમજાવવું પડે છે. ઓનલાઇન અભ્યાસક્રમો વિદ્યાર્થીઓને અલગ લાગે છે. શિક્ષક સાથે મર્યાદિત આંતરક્રિયા સાથે વિદ્યાર્થીઓ કોર્સ સામગ્રી સાથે કનેક્ટ થવામાં અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલ બને છે. જે બાળકો એ તેના શિક્ષકો સાથે શારીરિક ક્રિયાપ્રતિક્રિયા જ નથી કરી, તેને ધ્યાન કેન્દ્રિત રહેવામાં મુશ્કેલી, પ્રેરણાનો અભાવ અને માથાનો દુખાવો થવો અને કંટાળા નો અનુભવ થવો એ પણ કારણો છે. શિક્ષક બોલે તે સમજી તો શકે પણ તે જે શબ્દ બોલે છે તે કેમ લખવો છે તેની તેને ટેવ હોતી નથી જેના અભાવે તેનામાં લખાણ વિકૃતિ જોવા મળે છે. બીજું વાંચન વિકૃતિમાં તેને ઓનલાઇન શિક્ષણના કારણે બાળકોમાં વાંચન પ્રત્યે અરૂચી જોવા મળે છે દા.ત ઓનલાઇન શિક્ષણમાં બાળકે ઊભા થઇને સમગ્ર વર્ગ સમક્ષ વાંચન કરવાનું નથી હોતું. શિક્ષક આખા વર્ગની વચ્ચે વાચન કરવા માટે બોલાવે વગેરે જેવાં પ્રેરણાત્મક પ્રસંગો પણ શક્ય નથી. ત્રીજું ગાણિતિક વિકૃતિ માં મોટા ભાગના બાળકો સામાન્ય સવાલના જવાબ પણ આપી શકતા નથી. બાળકોને બીજી ધણી બાબત પણ અસર કરે છે. જેમ કે જે બાળકો હજુ સુધી શાળાએ ગયા જ નથી તેવા બાળકો માં એક કરતા વધુ જગ્યાએ ધ્યાન કેન્દ્રિત કરવું ઘણું મુશ્કેલ બને છે વળી, વિક્ષેપ કરનારાં પરિબળોની વચ્ચે બાળકની સામેલગીરી પર ઘણું ઓછું ધ્યાન આપવામાં આવે છે. મલ્ટિટાસ્કિંગ (એક કરતાં વધુ પ્રવૃત્તિઓ) કરવા ન ટેવાયેલાં બાળકો માટે સાંભળવું, જવાબો લખવા કે વ્હાઇટ બોર્ડનો ઉપયોગ કરવો અને જે શીખવવામાં આવી રહ્યું હોય, તે સમજવું, આ બધું એકસાથે કરવું મુશ્કેલ બને છે. બાળકોમાં એટેન્શન ડેફિકટ હાઈપરએક્ટિવિટી ડિસઓર્ડર (ADHD) પણ જોવા મળી રહ્યો છે.. આ ડિસઓર્ડર માં બાળકોમાં જોવા મળતા લક્ષણો માં ધ્યાનની કમી જોવા મળે છે, બાળક શાંત નથી રહી શકતું એટલે કે આવેગશીલ બની જાય છે,સક્રિય વધુ હોય છે. આવા બાળકો પોતાનું ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતા ,વારંવાર બોલ્યા કરે છે. કોઇ એક જગ્યા ઉપર સ્થિર થઈને બેસી નથી શકતાં ,બીજા લોકોની વાતો માં દખલ કરે છે