રવિવાર, 28 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 25 ડિસેમ્બર 2021 (09:26 IST)

Vibrant summit 2022 - વેક્સિનના બંને ડોઝ લીધા હશે તેને જ વાઇબ્રન્ટ સમિટમાં એન્ટ્રી મળશે

ઓમિક્રોનના ભય વચ્ચે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 10થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં એન્ટ્રી માટે સંપૂર્ણ વેક્સિનેશન એટલે કે કોરોના રસીના બંને ડોઝ ફરજિયાત બનાવાયા છે.

સમિટમાં ભાગ લેનાર દરેકને આ સૂચના ગુજરાત સરકાર તરફથી આપવામાં આવી રહી છે.વાઇબ્રન્ટ સમિટમાં કેન્દ્ર સરકારની કોવિડ ગાઇડલાઇનના ચુસ્ત પાલન માટે પણ સૂચના આપવામાં આવી છે. ફેસ માસ્ક ફરજિયાત રાખવાની સાથે બે મીટરના સોશિયલ ડિસ્ટન્સનો અમલ પણ વાઇબ્રન્ટ સમિટ દરમિયાન કરવાનો રહેશે. જેને કારણે મહાત્મા મંદિરની ક્ષમતા 5 હજારની છે તે જોતા ઘણા ઓછા લોકોને બોલાવાય તેવી શક્યતા છે. સેમિનાર હોલમાં પણ લિમિટેડ લોકોની હાજરી રખાશે.એકતરફ વાઇબ્રન્ટ સમિટમાં ઓછી સંખ્યામાં લોકોને ઉપસ્થિત રાખવાની કવાયત ચાલી છે

બીજી તરફ વાઇબ્રન્ટમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશનની સંખ્યા વધતી જાય છે. હાલની સ્થિતિએ 9393 લોકોએ વ્યક્તિગત અને 5826 કંપનીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. પાર્ટનર કન્ટ્રીમાં પણ વધારો થઇને 21 જેટલા દેશો વાઇબ્રન્ટ સમિટના પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા છે. જેમાં એટ રિસ્ક દેશો પણ સામેલ હોવાથી સરકારે રસીકરણ અને અન્ય ગાઇડલાઇનના ચુસ્ત અમલ માટે સૂચનાઓ આપી છે.