1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રાજકોટ , શનિવાર, 13 જાન્યુઆરી 2024 (16:13 IST)

રાજકોટ જિ.પં.ના વિપક્ષ નેતા અર્જુન ખાટરિયા ભાજપમાં જોડાય તે પહેલાં કોંગ્રેસે હકાલપટ્ટી કરી

Opposition Leader Arjun Khatri from Rajkot Distt.
- લોકસભા ચૂંટણી પહેલા રાજકોટ કોંગ્રેસમાં ગાબડું
- કોંગ્રેસના ઉપપ્રમુખ સહિત 50 કાર્યકર્તાઓ રાજીનામા આપી ભાજપમાં જોડાશે

Opposition Leader Arjun Khatri from Rajkot Distt.

 
 જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા અર્જુન ખાટરિયા પાસેથી પ્રદેશ કોંગ્રેસે રાજીનામું લઈ લીધું છે. અર્જુન ખાટરિયા ભાજપમાં જોડાશે તેવી ચર્ચા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી. જોકે, અર્જુન ખાટરિયા ભાજપમાં જોડાઇ એ પહેલા કોંગ્રેસ પાર્ટીએ તેની હકાલપટ્ટી કરી દીધી છે. સાથોસાથ અર્જુન ખાટરિયાએ આગામી સમયમાં ભાજપમાં જોડાઇ કેસરિયો ધારણ કરે તેવી જાહેરાત પણ કરી છે. તેઓએ જણાવ્યું હતું કે, વિકાસની રાજનીતિ, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સહિતના મુદ્દાઓને લઈ કોંગ્રેસને ખટકી રહી છે. આ મુદ્દાઓની વાતને લઈને મને પદ પરથી હટાવ્યો હોય એવું બની શકે.
 
ભાજપ કોંગ્રેસને નબળી પાડવા માગે છે
લોકસભાની ચૂંટણી પહેલા જ ભાજપ કોંગ્રેસને નબળી પાડવા માગે છે. કોંગ્રેસના મોટા માથા સહિત સંખ્‍યાબંધ કાર્યકરોને ખેડવી ભાજપ જિલ્લા પંચાયતને સંપૂર્ણ અથવા મહદઅંશે કોંગ્રેસમુક્‍ત કરવા પ્રયાસ કરી રહ્યો છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં ફેબ્રુઆરી 2021ની ચૂંટણીમાં 36 પૈકી ભાજપને 25 અને કોંગ્રેસને 11 બેઠકો મળી હતી. ત્‍યારપછી પેટા ચૂંટણીમાં 1 બેઠક જીતી કોંગ્રેસે પોતાનું સંખ્‍યાબળ 12 સભ્‍યોનું કર્યું છે. આખા સૌરાષ્‍ટ્રમાં નોંધપાત્ર વિપક્ષવાળી જિલ્લા પંચાયત એ રાજકોટ જિલ્લા પંચાયત ગણાય છે અને તેમાં પણ અર્જુન ખાટરિયાનો સિંહફાળો રહ્યો છે. તેમના પર ગેરરીતિ આચરવાના પણ આક્ષેપ થયા છે. 
 
લોકસભા ચૂંટણી પહેલા રાજકોટ કોંગ્રેસમાં ગાબડું
લોકસભા ચૂંટણી પહેલા રાજકોટ કોંગ્રેસમાં NSUIના જિલ્લા મહામંત્રી, પ્રદેશ મહામંત્રી, પ્રદેશ મંત્રી અને યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ સહિત 50 કાર્યકર્તાઓ રાજીનામા આપી ભાજપમાં જોડાશે. અભીરાજસિંહ તલાટીયા પ્રદેશ મહામંત્રી, હર્ષરાજસિંહ યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ, મોહિલ ડવ જિલ્લા મહામંત્રીએ રાજીનામુ આપ્યાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યારે અન્ય એક કાર્યકર ટૂંક સમયમાં રાજીનામુ આપે તેવી અટકળો ચાલી રહી છે. આ હોદ્દેદારો પોતાના કાર્યકરો સાથે ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે એવા અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.