ટ્રાફિકના નવા કાયદાના વિરોધમાં સવિનય કાનૂન ભંગ સાથે કૉંગ્રેસની 'ગાંધી સંદેશ યાત્રા'

Last Modified શુક્રવાર, 27 સપ્ટેમ્બર 2019 (12:29 IST)

કૉંગ્રેસ દ્વારા આજે ગાંધીજીની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ગાંધી સંદેશ યાત્રા યોજવામાં આવી હતી. જોકે, આ યાત્રામાં કૉંગ્રેસ ગાંધીજીના જ આપેલા સવિનય કાનૂન ભંગનું હથિયાર વાપરી ફરજીયાત હેલ્મેટ પહરેવાના કાયદાનો વિરોધ કર્યો હતો. રાજ્યમાં આગામી 15મી ઑક્ટોબરમાંથી અમલ થનારા નવા મોટર વ્હીકલ ઍક્ટનો વિરોધ કરી કૉંગ્રેસ હેલ્મેટ પહેર્યા વગર બાઇક રેલી યોજાશે.આજે દાંડી અને પોરબંદરથી 'ગાંધી સંદેશ યાત્રા'નો વિરોધ કરવામાં આવશે. કૉંગ્રેસી કાર્યકરોએ જણાવ્યું હતું કે અમે ભારતીય જનતા પાર્ટી દ્વારા થોપવામાં આવેલા કાળા કાયદાનો સવિનય કાનૂન ભંગ કરીશું.કૉંગ્રેસના મહિલા કાર્યકરે જણાવ્યું કે અમે આ યાત્રા દ્વારા મોટર વ્હીકલ ઍક્ટનો વિરોધ કરીએ છીએ. રસ્તા એટલા બધા ખસ્તા છે કે માણસ બાઇક લઈને જતો હોય તો અકસ્માતે મૃત્યુ પામે. સરકાર પહેલાં રસ્તા આપે પછી સારા કાયદા બનાવો.આજે દાંડી ખાતેથી કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ આ યાત્રાનો પ્રારંભ કરાવશે. આ યાત્રા દાંડીથી અને પોરબંદરથી સાબરમતી આશ્રમ સુધી કૂચ કરશે.
 
 
 
 


આ પણ વાંચો :