શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 29 એપ્રિલ 2022 (11:19 IST)

આગામી 24 કલાક અમદાવાદમાં ઓરેંજ એલર્ટ, આ વિસ્તારોમાં રહેશે હીટવેવનો પ્રકોપ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં કાળઝાળ ગરમીનો દૌર યથાવત રહેવામા પામ્યો છે. બીજી તરફ આગામી 24 કલાક દરમિયાન અમદાવાદ સહિત આસ-પાસના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 
 
એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયાથી જ કાળઝાળ ગરમી પડી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી તો સૂર્યદેવનો ભારે પ્રકોપ જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી ગરમીનો પારો 42 ડિગ્રીથી નીચે ગયો જ નથી. તેમાંય ગુરુવારે અમદાવાદ અને ગાંધીનગરમાં સીઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. બીજી તરફ હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદમાં આગામી 24 કલાક સુધી ઓરેન્જ અલર્ટ જાહેર કર્યું છે.
 
હિટવેવની આગાહી
રાજ્યમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર  આગમી 24 કલાક દરમિયાન કચ્છમાં 2 ડિગ્રી તાપમાન વધી શકે  તેમજ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ભરૂચ , મધ્ય ગુજરાતના ગાંધીનગર, ખેડા, વડોદરા, દાહોદ,અમરેલી, પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથ, સૌરાષ્ટ્રના જિલ્લાઓ અને કચ્છમાં હિટવેવની અસરો જણાશે. તેમજ ઉ.ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં હિટવેવની આગાહી કરવામાં આવી છે