શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 24 જાન્યુઆરી 2018 (17:12 IST)

ગુજરાતમા પદમાવત નહીં દર્શાવવામાં આવે - મલ્ટીપ્લેક્સ થિએટર એસોસિએશન

ગુજરાત ભરમાં પાછલા અઠવાડિયાથી પદ્માવતને લઈ વિરોધ પ્રદર્શનો, આગચંપી અને તોડફોડની ઘટના બની રહી છે. ગુજરાત સરકાર અને પોલીસે પદ્માવત અંગે સુપ્રિમ કોર્ટનાં ચૂકાદા પ્રમાણે ફિલ્મને રિલીઝ કરવાની છૂટ આપી અને પોલીસ બંદોબસ્ત સાથે ફિલ્મ રિલીઝ કરવાની ખાતરી આપી હતી. સમગ્ર ગુજરાતમાં પદ્માવતને લઈ કરણીસેના અને રાજપુત સમાજના યુવાનો દ્વારા થિએટર માલિકો સહિત મોલના માલિકોને અપીલ કરવામાં આવી હતી કે ફિલ્મને રિલીઝ કરવામાં આવે નહી. જો રિલીઝ થશે તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર જોખમ ઉભું થઈ શકે છે એવી જાહેરાત કરવામાં આવી હતી.

અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને સૌરાષ્ટ્રમાં ફિલ્મને પ્રદર્શિત નહી કરવા બાબતે ગુજરાત મલ્ટીપ્લેક્સ થિએટર એસોસિએશનનાં પ્રમુખ મનુ પટેલે અમદાવાદ ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી. મનુ પટેલે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે ગુજરાતમાં કોઈ પણ મલ્ટીપ્લેક્સ કે થિએટરમાં વિવાદાસ્પદ ફિલ્મ પદ્માવત પ્રદર્શિત કરવામાં આવશે નહી.