મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 11 નવેમ્બર 2020 (12:52 IST)

ગુજરાતમાં અહીં શરૂ થયો પાલતૂ પ્રાણીઓ માટે પેટ પાર્ક, પેટ કેફે સહિત આવી છે સુવિધાઓ

આણંદ ખાતે પાલતુ પ્રાણીઓ માટે પેટ પાર્ક શરૂ કરાયો પાલતું પ્રાણીઓ પોતાના માલિક સાથે આવીને આનંદ માણવાની સાથે કેફેનો પણ લાભ લઇ શકશે
આણંદ જિલ્લામાં ગુજરાતમાં સૌપ્રથમ પ્રાણીઓ માટેનો પેટ પાર્ક જિલ્લા કલેકટર આર જી ગોહિલ અને જિલ્લા પોલીસ વડા અજીત રાજીયન દ્વારા આજે આણંદ ખાતે ખૂલ્લો મૂકવામાં આવ્યો.
 
વિદેશમાં જે રીતે પાલતુ પ્રાણીઓ માટે પાર્ક ઉભા કરવામાં આવ્યાં છે એ જ રીતે ગુજરાતમાં પણ પાલતું પ્રાણીઓ પોતાના માલિક સાથે આવીને આનંદ કરી શકે એ આશય થી આણંદમાં સૌ પ્રથમ પેટ પાર્ક શરૂ કરવામાં આવ્યો છે. 
આણંદના બાકરોલ વડતાલ રોડ ઉપર આવેલ જોળ ગામે પાણીની કેનાલ પાસે આશીયાના ફોર એનીમલ નામના આ પેટ પાર્કમાં પાલતુ પ્રાણીઓ રમી શકે તે માટે અલગ અલગ સાધનો ઉપરાંત પૂલની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે, સાથે જ આ જગ્યા પર એક પેટ કેફે ઉભુ કરવામાં આવેલ છે જ્યાં માલિક અને પેટ બન્ને માટે અલગ અલગ વાનગીઓના મેનુ રાખવામાં આવેલ છે. આમ, આણંદ ખાતે આ રીતનું આ કેફે પણ સૌ પ્રથમ છે.
 
આ પ્રયત્ન થકી જે પણ ફંડ ઉભુ થશે તે ફંડ સંસ્થાના એનિમલ શેલ્ટર ખાતે સારવાર લઈ રહેલા રસ્તે રખડતા પ્રાણીઓની દવા અને ખોરાક પાછળ ખર્ચ કરવામાં આવનાર હોવાનું RRSA સંસ્થાના સંચાલક ભાવેશભાઈએ જણાવ્યું છે.