સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 25 સપ્ટેમ્બર 2017 (12:11 IST)

પાટીદાર ધારાસભ્યો ભાજપથી ડરે છે - હાર્દિક પટેલ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પગલે રાજકિય સમીકરણો ફેરબદલ થતાં રહે છે. ત્યારે રવિવારે સીદસરથી જામજોધપુર  સુધી ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિકે રોડ શો યોજ્યો હતો. જેમાં 3 હજારથી વધુ પાટીદારો ઉમટી પડ્યાં હતાં. આ સ્થળે હાર્દિકે ભાજપ પર પ્રહારો કરતાં કહ્યું હતું કે પાટીદાર સમાજના 42 ધારાસભ્યો ભાજપથી ડરે છે. તેઓ કોઈને કશું કહી શકતાં નથી. અમે આવી તાનાશાહ સરકાર સામે આંદોલન ચાલુ રાખીને લડત લડીશું. ખુલ્લી જીપમાં સવાર હાર્દિકના રોડ શો પાટીદાર ભાઇ-બહેનોએ જય સરદાર જય પાટીદારના નારા લગાવ્યા હતાં. રોડ શો બાદ જામવાલી ગામે જનમેદનીને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે,અનામત આંદોલન ચાલુ કર્યા બાદ હું રાજદ્રોહના ગુનામાં જેલમાં ગયો હતો.