ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 7 જાન્યુઆરી 2022 (13:37 IST)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ કાર્યક્રમો રદ કર્યા, જિલ્લા કલેક્ટરો અને મ્યુનિ.કમિશનરો સાથે બેઠક

રાજ્યમાં દરરોજ કોરોનાના 4000થી વધુ કેસો આવવા લાગ્યા છે, જેને કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 15 જાન્યુઆરી સુધીના પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે. સરકાર સાંજના 7 વાગ્યા સુધીમાં કોરોનાની નવી ગાઈડલાઈન્સ જાહેર કરે એવી શક્યતા છે

તેમજ જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સાથેની બેઠક શરૂ થઈ ગઈ છે.સંત સંમેલનમાં માસ્ક વિના હાજર રહેલા ભાજપ યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ ઋત્વિજ પટેલ કોરોના પોઝિટિવ આવ્યા છે.રાજ્યમાં કોરોના સંક્રમણને પગલે સોમવારથી ગુજરાત હાઇકોર્ટમાં ફિઝિકલ હિયરિંગ બંધ કરવામાં આવ્યું છે. હવે વર્ચ્યુઅલ સુનાવણી થશે. સોમવારથી કોર્ટ કેમ્પસમાં સ્ટાફ સિવાયના લોકોનો પ્રવેશબંધી કરવામાં આવશે. આગામી બે દિવસ સુધી હાઇકોર્ટ પરિસરનું સેનિટાઇઝેશન કરવામાં આવશે. વકીલોની ચેમ્બર્સ પણ બંધ કરાશે. કેસના ફાઇલિંગ માટે 10 કાઉન્ટર્સ શરૂ કરાશે. વિસ્તૃત માર્ગદર્શિકા આજે દિવસ દરમ્યાન જાહેર થશે.બે દિવસ પહેલાં ગુજરાત હાઈકોર્ટમાં પ્રવેશ માટે ગેટ નંબર 5 સિવાય તમામ ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા તેમજ માત્ર વકીલોને કોર્ટમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. કોર્ટની કેન્ટીન પણ બંધ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મહામારીને કારણે આ પહેલાં 17 મહિના સુધી હાઇકોર્ટમાં વર્ચ્યુઅલ હિયરિંગ ચાલ્યું હતું. ત્યાર બાદ 17 ઓગસ્ટથી ફિઝિકલ હિયરિંગ શરૂ કરવામાં આવ્યું હતું.

હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓનું મોનિટરિંગ કરવા CMનો આદેશ
ભૂપેન્દ્ર પટેલે આ જિલ્લા અને શહેરી તંત્રવાહકોને અનુરોધ કર્યો કે, જે વ્યક્તિઓ હોમ આઇસોલેશનમાં રહેલા હોય તેમનું અને તેમાંથી હોસ્પિટલમાં એડમિટ થયા હોય તેમનું પણ સતત મોનિટરિંગ કરવામાં આવે તે ઇચ્છનીય છે.
 
10 જાન્યુ.થી દરરોજ ઉકાળા વિતરણ
આ બેઠકમાં કોરોના સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવા આગામી સોમવાર 10 જાન્યુઆરીથી મહાનગરો અને જિલ્લાઓમાં આયુષ દ્વારા દરરોજ 2 હજાર કિલો ઉકાળા પાવડર પહોંચાડવાનું આયોજન થઈ ગયું છે.