1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 11 જુલાઈ 2020 (10:20 IST)

અમદાવાદી લોકો પ્લાઝ્મા ડોનેટ કરવાના મામલે કંજૂસ, ફક્ત આટલ દર્દીઓએ આપ્યા પ્લાઝ્મા

રક્તદાનમાંન આગળ રહેનાર અમદાવાદના લોકો પ્લાઝ્મા ડોનેટના મામલે પાછળ છે. આંકડાનું માનીએ તો અમદાવાદમાં અત્યાર સુધી 15,884 લોકો કોરોનાને હરાવવામાં સફળ થયા છે. જેમાંથી સિવિલ હોસ્પિટલ અને રેડક્રોસ બ્લડમાં ફક્ત 91 લોકોએ જ પ્લાઝ્મા ડોનેટ કર્યા છે. તો બીજી તરફ પ્લાઝ્મા ડોનરમાંથી 39 ડોક્ટર છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના જ 34 ડોક્ટરમાંથી 27 ડોક્ટર્સએ પ્લાઝ્મા ડોનેટ કર્યા. 
 
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ડેન્ટલ કોલેજના 6 ઇન્ટર્ન ડોક્ટર કોરોનાથી સંક્રમિત થયા છે, જેમાં ઇન્ટૅર્ન ડોક્ટરે જણાવ્યું હતું કે હું કોરોનાથી પીડિત હતી. સાજા થયા બાદ મેં હોસ્પિટલમાં દર્દીઓની ગંભીર સ્થિતિ જોતાં મેં પ્લાઝ્મા કરવાનો નિર્ણય કર્યો. કોરોનાથી મુક્ત થયા બાદ 28 દિવસ પછી અમદાવાદના પાલડી રેડક્રોસ બ્લડ બેંકમાં પ્લાઝ્મા ડોનેટ કર્યા. મારી સાથે કોલેજના 6 ઇન્ટર્ન ડોક્ટર કોરોનાથી સંક્રમિત થયા હતા. જેમાં અન્ય એક ડોક્ટરે પણ પ્લાઝ્મા ડોનેટ કર્યા હતા. 
 
અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઓફિસ ઓન સ્પેશિયલ ડ્યૂટી ડો. એમ એમ પ્રભાકર અને સિવિલ બ્લડ બેંકના ડો નિધિ ભટ્ટનાગરે જણાવ્યું કે હોસ્પિટલના બ્લડ બેંકમાં અત્યારે 34 લોકોએ જ પ્લાઝ્મા ડોનેટ કર્યા છે. પ્લાઝ્મા ડોનેટ કરનાર આ 34 લોકોમાંથી 27 તો ડોક્ટર જ હતા. પ્લાઝ્મા ડોનેશનથી કોરોનાથી ગંભીર હાલત વાળા દર્દીઓની જીંદગી બચાવી શકાય છે. એટલા માટે કોરોનાથી સાજા થયેલા લોકોને પ્લાઝ્મા ડોનેટ કરવામાં આગળ આવવું જોઇએ.