મંગળવાર, 31 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 18 જૂન 2021 (14:08 IST)

PM મોદી આજે પણ દુનિયાના સૌથી વધુ સ્વીકાર્ય નેતા, જુઓ ગ્લોબલ એપ્રૂવલ રેટિંગ

કોરોના કાળમાં પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અકબંધ છે અને તેઓ વિશ્વના સૌથી વધુ સ્વીકૃત નેતા છે. અમેરિકન ડેટા ઈન્ટેલિજન્સ ફર્મ મોર્નિંગ કન્સલ્ટે કરેલા એક સર્વે અનુસાર, નરેન્દ્ર મોદી સ્વીકારની દ્રષ્ટિએ અન્ય વૈશ્વિક નેતાઓ કરતા પણ આગળ છે. પીએમ મોદીની ગ્લોબલ એપ્રૂવલ રેટિંગ 66 ટકા છે. મળતી માહિતી મુજબ, કોરોના સમયગાળા દરમિયાન પણ, પીએમ મોદી અમેરિકા, બ્રિટન, રશિયા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, બ્રાઝિલ, ફ્રાન્સ અને જર્મની સહિતના 13 દેશોના અન્ય નેતાઓ કરતા વધુ સારા રહ્યા છે.
 
અમેરિકી ડેટા ઈટેલિજેંસ ફર્મ મોર્નિંગ કંસલ્ટ દ્વારા કરવામાં આવેલા એક સર્વે મુજબ કોરોનાની બીજી લહેરમાં તેમની લોકપ્રિયતા અથવા અપ્રૂવલ રેટિંગમાં ઘટાડો જોવા મળ્યો છે. છતા તેઓ દુનિયામાં ટોપ પર ચાલી રહ્યા છે. અને અન્ય વૈશ્વિક નેતાઓની તુલનામાં તેમનુ પ્રદર્શન સારુ રહ્યુ છે. આ અપ્રૂવલ રેટિંગ પીએમ મોદીના પછી ઈટલીના પ્રધાનમંત્રી મારિયો ડ્રૈગીનો નંબર આવે છે. જેમની અપ્રૂવલ રેટિંગ 65 ટકા છે. બીજી બાજુ ત્રીજા નંબર પર મેક્સિકોના રાષ્ટ્રપતિ લોપેજ ઓબ્રેડોર છે, જેમની રેટિંગ 63 ટકા છે. 
 
 
વિશ્વ નેતાઓની અપ્રૂવલ રેટિંગ
 
વિશ્વના નેતાઓની અપ્રૂવલ રેટિંગ્સ મોર્નિંગ કન્સલ્ટે નિયમિતપણે ને ટ્રેક કરે છે. આ મુજબ પીએમ મોદી પછી બીજા સ્થાને વડા પ્રધાન મારિયો ડ્રેગી (65%) એ   મેળવ્યુ છે. ત્યારબાદ મેક્સિકન રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર (63%), ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસન (54 %), જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ (53%), યુએસ રાષ્ટ્રપતિ જ જો બાઈડેન (53%), કેનેડિયન વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો (48%)બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોનસન (44%), દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઇન (37%), સ્પેનિશ રાષ્ટ્રપતિ પેડ્રો સેન્ચેઝ (36%), બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેર બોલ્સોનોરો (35%), ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન (35%) અને જાપાનના વડા પ્રધાન, યોશીહિદ સુગા (29%) છે.