મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 28 નવેમ્બર 2020 (08:00 IST)

પીએમ મોદી આજે ત્રણ શહેરોમાં રસી સુવિધા સ્થળની મુલાકાત લેશે, સૌથી પહેલાં ઝાયડ્સની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રસી વિકાસ અને ઉત્પાદન પ્રક્રિયાની વ્યક્તિગત સમીક્ષા કરવા માટે 3 શહેરોની મુલાકાત લેશે. તેઓ અમદાવાદના ઝાયડસ બાયોટેક પાર્ક, હૈદરાબાદમાં ભારત બાયોટેક અને પુણેમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની મુલાકાત લેશે.
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર તેમના પ્લેનમાં આવશે. જે બાદ અમદાવાદ એરપોર્ટથી હેલીકોપ્ટરમાં ચાંગોદર હેલિપેડ સુધી પહોંચશે. જે બાદ 1 કિમી સુધી જમીન માર્ગે જશે.જે 1 કિમીનો સમગ્ર રૂટ પોલીસ છાવણીમાં ફેરવાશે.
વડાપ્રધાનની ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાત લઇને ચાંગોદરથી ઝાયડસ સુધી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સમગ્ર  રૂટ પર 550થી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં રહેશે. અમદાવાદ ગ્રામ્ય અને આણંદ રેંજની પોલીસ બંદોબસ્તમાં રહેશે. આ ઉપરાંત BDDS, LCB, SOG ની ટીમ પણ બંદોબસ્તમાં રહેશે. 
 
ભારત કોવિડ-19 સામેની લડતના નિર્ણાયક તબક્કામાં પ્રવેશ્યું છે ત્યારે પ્રધાનમંત્રીની આ સુવિધા સ્થળની મુલાકાત અને વૈજ્ઞાનિકો સાથેની ચર્ચા નાગરિકોને રસી આપવાના ભારતના પ્રયાસો, પડકારો અને રોડમેપના પ્રથમ દ્રષ્ટિનો પરિપ્રેક્ષ્ય મેળવવામાં મદદ કરશે.