શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 22 ફેબ્રુઆરી 2024 (09:40 IST)

Pm modi gujarat visit- આજે ગુજરાતમાં PM મોદી, આ 4 કાર્યક્રમમાં આપશે હાજરી, સંપૂર્ણ શેડ્યૂલ

modi
-  22 તેમજ 24 અને 25 દરમિયાન ગુજરાત પ્રવાસે આવશે. 
- 22 પીએમ મોદી વિસનગરનાં તરભ ખાતે વાળીનાથ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે
- 24 અને 25 ફેબ્રુઆરીએ ગુજરાતની પ્રથમ એઈમ્સનું લોકાર્પણ

 
PM Modi gujarat visit- ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી  ગુજરાતના પ્રવાસે છે. જ્યાં વડાપ્રધાન વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે.

એકવાર ગુજરાતના મહેમાન બનશે, લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પીએમ મોદીના એક દિવસીય ગુજરાત પ્રવાસનું આયોજન કરવામાં આવ્યુ છે.  22 તેમજ 24 અને 25 દરમિયાન ગુજરાત પ્રવાસે આવશે. 
. 22 પીએમ મોદી વિસનગરનાં તરભ ખાતે વાળીનાથ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે
24 અને 25 ફેબ્રુઆરીએ ગુજરાતની પ્રથમ એઈમ્સનું લોકાર્પણ 

વડાપ્રધાન 22 ફેબ્રુઆરીના રોજ સવારે 10:45 કલાકે અમદાવાદમાં ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિની ઉજવણીમાં ભાગ લેશે. બપોરે લગભગ 1 વાગ્યે, વડા પ્રધાન મોદી તરભ, મહેસાણામાં એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે અને રૂ. 13,500 કરોડથી વધુના ખર્ચની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
 
 
મળતી માહિતી પ્રમાણે આજે વડાપ્રધાન સવારે 10:45 વાગ્યે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) અમૂલ ફેડરેશનની સુવર્ણ જયંતીની ઉજવણીમાં હાજર રહેશે.

બપોરે 12:45 વાગ્યે વાળીનાથ મહાદેવ મંદિર તરભ ખાતે દર્શન કરશે. બપોરે 1:00 વાગ્યે તરભમાં મંદિરનો શિલાન્યાસ, ઉદઘાટન, રાષ્ટ્રને અર્પણ વિવિધ પ્રોજેક્ટ અને સાર્વજનિક કાર્યમાં હાજરી આપશે. બપોર પછી 4:15 વાગ્યે નવસારીમાં વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ, ઉદઘાટન, રાષ્ટ્રને અર્પણ જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે. અને સાંજે 6:15 વાગ્યે કાકરાપારના એટોમિક પાવર પ્રોજેક્ટ્સની મુલાકાત લેશે. જેમાં તરભ ખાતેના કાર્યક્રમ ને લઈને તમામ તૈયારી કરી દેવાઈ છે. તો પીએમ ના આગમન માટે સભા સ્થળ પાસે હેલિપેડ ગ્રાઉન્ડ બનાવાયું છે. જ્યાંથી પીએમ મંદિર જશે દર્શન કરશે અને બાદમાં સભા સ્થળે જશે.