શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 12 ઑક્ટોબર 2023 (12:29 IST)

PM મોદીએ કરાવ્યો ‘આઝાદીનો અમૃત મહોત્સવ’નો પ્રારંભ, વિઝિટરબુકમાં લખી આ સંદેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 12 મી માર્ચે સાબરમતી આશ્રમ ખાતેથી આઝાદીના 75 વર્ષની ઉજવણી ‘આઝાદીનો અમૃત મહોત્સવ’નો પ્રારંભ કરાવ્યો છે. અમદાવાદ સાબરમતી આશ્રમ થી દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવી ને કરાવ્યો છે. જેના ભાગરૂપે ગુજરાત સહિત સમગ્ર દેશમાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે. ભારતનો ભવ્ય ભૂતકાળ, આઝાદી બાદ દેશની પ્રગતિ અને ભવિષ્યની સફર અંગે જાગૃત થવાનો આ અનેરો અવસર બની રહેશે.
પ્રધાનમંત્રી આ વેળાએ ગાંધી આશ્રમની મુલાકાતે ગયા હતા. પ્રધાનમંત્રીએ આશ્રમની મુલાકાત નોંધમાં પોતાના અભિપ્રાય વ્યક્ત કરી બાપુને ભાવાંજલિ આપી હતી. પીએમ મોદીએ સાબરમતી આશ્રમની વિઝિટર બુકમાં નોંધ લખી હતી કે સાબરમતી આશ્રમમમાં આવીને પૂજ્ય બાપુજીની પ્રેરણાથી રાષ્ટ્રનિર્માણનો સંકલ્પ વધુ મજબૂત થાય છે. અહીંના પવિત્ર વાતાવરણ અને સ્મૃતિઓ સાથે આપણે એકાકાર થઇએ છીએ તો સ્વભાવિક તપ અને ત્યાગની ભાવના વધી જાય છે. 
 
સાબરમતી આશ્રમમાંથી ગાંધીજીએ આત્મનિર્ભરતા અને આત્મસન્માનનો પણ સંદેશ આપ્યો હતો. આઝાદીના અમૃત મહોત્સવના પ્રારંભ માટે પ્રેરણા માટે, આ પુણ્ય સ્થળ પર આવીને હું ધન્યતા અનુભવુ છું. આઝાદીનો અમૃત મહોત્સવ, ભારતના સ્વંત્રતા સંગ્રામને કૃતજ્ઞ દેશવાસીઓ દ્રારા આપવામાં આવેલી કાર્યાજલિ છે. આ મહોત્સવ દરમિયાન દેશ પોતાના સ્વતંત્રતા આંદોલનના દરેક પડાવ, દરેક મહત્વપૂર્ણ ક્ષણને યાદ કરશે. ભવિષ્ય નિર્માણ માટે નવી ઉર્જા સાથે આગળ વધશે. મને વિશ્વાસ છે કે પૂજ્ય બાપુજીના આર્શિવાદથી ભારતવાસીઓ પોતાના કર્તવ્યોનું પાલન કરતાં અમૃત મહોત્સવના ઉદેશ્યોને અવશ્ય સિદ્ધ કરશે. 
 
કેન્દ્રીય સંસ્કૃતિ અને પ્રવાસન રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) પ્રહલાદ સિંહ પટેલ 12 માર્ચ, 2021 ના રોજ ભવ્ય ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ (India@75)ની શરૂઆતના દિવસે અમદાવાદના સાબરમતી આશ્રમથી પદયાત્રા (સ્વતંત્રતા માર્ચ) નું નેતૃત્વ કરશે. 
 
પ્રહલાદ સિંહ પટેલ ગુજરાતના નડિયાદ ખાતે 16 માર્ચ સુધી વિવિધ રાજ્યોના 81 સામાજિક કાર્યકરો સાથે પદયાત્રાના પ્રથમ 75 કિલોમીટરનું નેતૃત્વ કરશે. 12 માર્ચ, 1930ના રોજ ગાંધીજીએ સાબરમતી આશ્રમથી મીઠાના કાયદાઓ વિરુદ્ધ દાંડીયાત્રાની શરૂઆત 81 પદયાત્રીઓ સાથે કરી હતી.  
 
પદયાત્રા દરમિયાન સંસ્કૃતિ મંત્રી રાત્રિ રોકાવાના સ્થળે પદયાત્રી સાથે રાત્રિ રોકાણ કરશે અને બીજા દિવસે પદયાત્રા તે જ સ્થળેથી શરૂ થશે. પ્રહલાદ સિંહ પટેલ રાત્રિ રોકાણના સ્થળે સ્થાનિક લોકો સાથે મુલાકાત કરશે અને તેમની સાથે વાતચીત કરશે. 12 માર્ચથી સાબરમતીથી પ્રારંભ કરીને આ પદયાત્રા 16 માર્ચે નડિયાદ પહોંચે ત્યાં સુધી ચાલુ રહેશે. આ જ રીતે, ગુજરાતના 81 યુવાનોનું જૂથ પણ 12 માર્ચે સાબરમતીથી પદયાત્રા શરૂ કરશે અને આ પદયાત્રી દાંડી સુધી જશે.