શનિવાર, 10 જાન્યુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 13 ઑગસ્ટ 2018 (15:29 IST)

પવિત્ર શ્રાવણના પ્રારંભમાં જ પોલીસે દરોડા પાડીને શકુનીઓ ઝડપ્યાં

પવિત્ર શ્રાવણના પ્રારંભમાં જ પોલીસે દરોડા પાડીને શકુનીઓ ઝડપ્યાં
શ્રાવણ માસનો પ્રાંરભ થઇ ગયો છે ત્યારે એક મહિના સુધી જુગારનો શોખ ધરાવતા લોકો મન મૂકીને પોતાનાં ગ્રૂપ સાથે જુગાર રમશે તો બીજી તરફ પોલીસ પણ આવા જુગારિયાને પકડી પાડવા માટે દરોડા પાડી રહી છે. શ્રાવણ મહિનાના પહેલા દિવસે પોલીસે વાડજ, ઇસનપુર, નિકોલ અને કુબેરનગરમાંથી ૩૨ જુગારિયાની ૬.૯૦ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધમાં જુગારધારા એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી છે.
નિકોલ પોલીસને બાતમી મળી હતીકે ન્યૂ ઇન્ડિયા કોલોની પાસે આવેલ રાજહાંસ રેસિડન્સીમાં કેટલાક રહીશો જુગાર રમવા માટે બેઠા છે બાતમીના આધારે પોલીસ દરોડા પાડતાં ૧.૩૮ લાખના મુદ્દામાલ સાથે શકુનીઓની ધરપકડ કરી હતી. ગઇ કાલે મોડી રાતે કુબેરનગરમાં સુધીરના જુગારના અડ્ડા પર પોલીસ દરોડા પાડીને સાડા ત્રણ લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો છે. સરદારનગર પોલીસ જુગારના અડ્ડા પર દરોડા પાડીને ૧૧ જુગારિયાઓની ધરપકડ કરી છે.