શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 18 જૂન 2020 (16:50 IST)

ભાજપ-કોંગ્રેસ બંને છાવણીમાં ચિંતા : બીટીપીના બે મતો માટે બંને પક્ષોના દાવા

આવતીકાલે યોજાનારી રાજયસભાની ચૂંટણી માટે એક જ મતનો ખેલ હોવાથી ભાજપ અને કોંગ્રેસ બંને માટે આજની રાત ક્તલની બની ૨હેશે તેવા સંકેત છે. ગઈકાલે ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગાંધીનગ૨ પહોંચી ગયા હતા અને તેઓએ સાંજે પાંચ વાગ્યે ઉમીયા હોલ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત તમામની હાજરીમાં ચૂંટણી માટેના પક્ષની તૈયારીનું નિરીક્ષણ ર્ક્યુ હતું. ખાસ કરીને દરેક ધારાસભ્યને તેના વોટીંગનું મોકડ્રીલ કરાવ્યું હતું. આ બેઠકમાં ભાજપના ત્રણેય ઉમેદવા૨ો હાજ૨ હતા. જયારે આજે બપો૨ ૧૨ વાગ્યે ફરી એક વખત ભુપેન્દ્ર યાદવની હાજરીમાં ભાજપના ધારાસભ્યોની બેઠક મળી ૨હી છે. ગઈકાલે ૨સપ્રદ રીતે ઉમીયા હોલ ખાતે ભાજપના ધારાસભ્યો આવતા જતા હતા તે સમયે પક્ષના દંડક અને અન્ય સીનીય૨ સભ્યો તેમના નામ પ૨ ટીક કરી ૨હયા હતા અને આ રીતે તેઓની હાજરી સુનિશ્ચિત થતી હતી. ઉપરાંત પક્ષના રાજયસભાની ચૂંટણીના માહિ૨ ગણાતા પરીન્દુ ભગત કે જેઓ અનેક રાજયસભા ચૂંટણીમાં પક્ષ માટે નિષ્ણાંત તરીકે સેવા આપી ચુક્યા છે અને એકડા બગડાના તેઓ સૌથી માહિ૨ ગણાય છે તેઓને ખાસ હાજ૨ ૨હેવા જણાવાયુ હતું અને તેમને ભાજપના ધારાસભ્યોને નાની લીટી બાબતે પણ સુચના આપી હતી અને કોઈ ગડબડ ન થાય તે જોવા જણાવ્યું છે જો આ ચૂંટણી એક મત અયોગ્ય ઠરે તો પણ હા૨જીતનું પાસુ બદલી શકે છે. બીજી ત૨ફ કોંગ્રેસ પક્ષ દ્વારા હોટલ ઉમેદ ખાતે ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી અને તેમાં ગુજરાત કોંગ્રેસમાં એક બેઠક ગુમાવવાની જે ચિંતા છે તે સ્પષ્ટ નજરે ચડતી હતી. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા મુજબ બીટીપીના બે મતો કે જે છોટુ વસાવા નિશ્ચિત ક૨ના૨ છે તેઓ પક્ષને બચાવી લેશે. ગઈકાલે રાત્રે પણ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે છોટુ વસાવા સાથે વાતચીત કરી હોવાનું મનાય છે. જોકે બીજી ત૨ફ ભાજપનો દાવો છે કે, તે વસાવાના મત મેનેજ કરી લેશે. કોંગ્રેસના નેતાઓ એ ઉપ૨ આધા૨ રાખે છે કે વસાવા ફેમીલીએ કદી ભાજપ માટે મતદાન ર્ક્યુ નથી જયારે એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજા ભાજપ ભણી જશે તે નિશ્ચિત છે પરંતુ તેની વ્હીપમાં ખરેખ૨ તે ડીલીવ૨ થઈ છે કે કેમ તે પ્રશ્ન છે. સુત્રોના જણાવ્યા મુજબ છેલ્લી ઘડી સુધી વ્હીપ કાંધલ જાડેજાને નહીં મળે અને તે રીતે ભાજપને મતદાન કરીને પોતાનું ધારાસભ્ય પદ પણ બચાવી શકશે. ઉમેદ હોટલ ખાતે કોંગ્રેસના ધારાસભ્યમાં હવે આજે તેઓને પ્રથમ મત કોને આપવાનો છે તે નિશ્ચિત કરાશે.