તોગડિયાના ગુમ થવાના મામલે અનેક પ્રશ્નો સર્જાયા

Last Modified બુધવાર, 17 જાન્યુઆરી 2018 (12:27 IST)

તોગડિયાને હોસ્પિટલમાં દાખલ કરી ઘનશ્યામ ચરણદાસ કેમ ભાગી ગયા તોગડિયાની સાથે રિક્ષામાં જનારા ધીરુ કપુરિયાએ દાઢી કેમ કઢાવી નાંખી સિવિલના બદલે શાહીબાગની ચન્દ્રમણિ હોસ્પિટલમાં જ તોગડિયા કેમ દાખલ થયા પ્રવીણ તોગડિયા તેમના ઘેર આવ્યા બાદ ઘનશ્યામભાઇ પોતે ઘેર હતા છતાં બહાર ગામ હોવાની વાત ઉપજાવી કાઢી ઘનશ્યામભાઇએ સાંજે ૬ વાગે ચન્દ્રમણિ હોસ્પિટલના ડોક્ટર અગ્રવાલ સાથે વાત કરી હતી.

ઘનશ્યામભાઇએ ડ્રાઇવરના મોાબાઇલ ફોનથી એમ્બ્યુલન્સને કેમ બોલાવી. પ્રવીણ તોગડિયાને રિક્ષામાં સાથે લઇ જનારા ધીરુભાઇ કપુરીયાએ મોબાઇલ કેમ સ્વીચ ઓફ કર્યો તોગડિયા કાનૂની સલાહ માટે જતા હતા તો સુરક્ષા જવાનો સાથે કેમ ના રાખ્યા સુરક્ષા જવાનોએ પોલીસને કેમ જાણ ના કરી, તેમની સામે ઇન્વાયરી બાદ પગલાં ભરાશે પ્રવીણ તોડિયાને એન્કાઉન્ટરની જાણ કરનારની શોધખોળ કરાશે ચન્દ્રમણિ હોસ્પિટલના ડોક્ટરો સહિત ખોટુ બોલનારા લોકોના નિવેદનો લઇને તેમની સામે પગલાં ભરાશે


આ પણ વાંચો :