સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 23 ફેબ્રુઆરી 2021 (12:53 IST)

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાતે, એરપોર્ટ પર કરાયું સ્વાગત

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાત આવી પહોંચતા અમદાવાદ એરપોર્ટ ખાતે તેઓનું ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું 
રાષ્ટ્રપતિ રામનાથ ગોવિંદ અને તેઓના ધર્મપત્ની સવિતા કોવિંદનુંસ્વાગત-સત્કાર  રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ, અધિક મુખ્ય સચિવ  કમલ દયાની, રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા, અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલે અને શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પણ ઉપસ્થિત રહીને કર્યા હતા.