શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 29 ફેબ્રુઆરી 2024 (23:30 IST)

મોઢે સેલોટેપ બાંધીને વિદ્યાર્થીને સજા

school
બોલકા બાળકોનેઆપણે મજાકમાં કહીએ છીએ કે  લાવ મોઢું બંધ કરી દઉં કે મોઢા પર ટેપ લગાવી દઉં, પરંતુ જૂનાગઢની એક સ્કૂલમાં પ્રિન્સિપાલે ખરેખર આમ કરી નાખ્યું હોવાની ઘટના બહાર આવી છે. જૂનાગઢ શહેરની એક સ્કૂલમાં વિદ્યાર્થીને મોઢે સેલોટેપ ચોંટાડીને બે કલાક સુધી સજા આપવામાં આવી હતી. જેને લઈને વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો છે.  પ્રાઈવેટ પ્રાઇમરી સ્કૂલમાં પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીને મોઢે સેલોટેપ બાંધી અને બે કલાકની સજા આપી હતી.
 
ધોરણ બેમાં અભ્યાસ કરતા શાહિલ મલેક નામનો વિદ્યાર્થી ક્લાસમાં ખૂબ જ વાતો કરતો હતો. તેની ફરિયાદ અવારનવાર પ્રિન્સિપાલ સુધી પહોંચતી હતી અને ગત શનિવારના રોજ સાહિલ મલેકના ક્લાસ ટીચર દ્વારા ફરીથી ક્લાસમાં પોતાના મિત્ર સાથે વાતો કરતો હોવાની ફરિયાદ પ્રિન્સિપાલ સુધી પહોંચી હતી અને પ્રિન્સિપાલે તેને રિસેસમાં નાસ્તો કર્યા બાદ મોઢે સેલોટેપ બાંધી દીધી હતી.
 
આ અંગે શાળાના પ્રિન્સિપાલ દ્વારા સ્વીકારવામાં આવ્યુ હતુ કે બીજા ધોરણમાં અભ્યાસ કરતા સાહિલના મોઢે સેલોટેપ મારવામાં આવી હતી, તેમણે એમ પણ કહ્યું કે બાળકને મારવાની કે બીજી કોઈ સજા અમે કરતા નથી, તે માટે આવી સજા કરી હતી. જોકે વાલીઓએ નારાજગી જતાવી હતી  લોકોએ  કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાગણી ઉઠવા પામી છે.