શુક્રવાર, 12 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 11 સપ્ટેમ્બર 2025 (16:10 IST)

રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાત આવશે

rahul gandhi
ગુજરાતમાં લાંબા સમયથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસમાં નવો ઉત્સાહ ભરવા માટે જુનાગઢના ભવનાથ ખાતે રાષ્ટ્રીય પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે

ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા નવનિયુક્ત પ્રમુખોને પ્રશિક્ષણ આપવા માટે જુનાગઢની ભવનાથ તળેટીમાં આવેલા પ્રેરણાધામ આશ્રમમાં 10 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

ત્યારે લોકસભામાં વિપક્ષના નેતા અધ્યક્ષ રાહુલ ગાંધી આવતીકાલે (12 સપ્ટેમ્બર) ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ બપોરે 1 વાગ્યે કેશોદ એરપોર્ટ પર ઉતરીને સીધા જુનાગઢ જશે. જ્યાં તેઓ કોંગ્રેસના જિલ્લા પ્રમુખોના તાલીમ કેમ્પમાં હાજરી આપશે અને 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકશે.