બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 6 જૂન 2020 (14:03 IST)

અમદાવાદમાં પ્રથમ વરસાદમાં તંત્રની લાલિયાવાડી નિર્દોષોનો ભોગ લે તેવી સ્થિતિ

શહેરમાં ગઈકાલ એટલે કે 5 જૂન 2020 ની સાંજે ભારે પવન સાથે વરસાદ આવ્યા.અમદાવાદ શહેર અને આજુબાજુના વિસ્તારમાં સરેરાશ અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જોકે આ સામાન્ય વરસાદમાં જ અમદાવાદ મહાનગરપાલિકા અને શહેરી વિકાસ સત્તા મંડળ (AUDA)ની પોલ ખૂલી ગઈ હોય તેવી સ્થિતિ છે

. શહેરની બોપલ-ઘુમાની હદમાં ખાડા પડી જતા એક ટેમ્પો ટ્રાવેલર બસ તેમાં રીતસરની ખૂંચી ગઈ હતી.ભારે ઉકળાટ બાદ વરસાદ આવતા વાતાવરણ ઠંડક પ્રસરી હતી.અને લોકોને ભારે ઉકળાટ માંથી રાહત મળી.પરંતુ લોકો સવારે ઉઠીને ઓફિસે જવા નીકળ્યા. પરંતુ તંત્રને કારણે પરેશાન થયા.અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં સોબો સેન્ટર ચાર રસ્તા પર પ્રી મોનસૂન નું કામ ચાલતું હતું.અને સાથે સાથે ગઈકાલે સાંજે વરસાદ આવ્યો હતો.જેના કારણે રોડ બેસી ગયો છે.અને પહેલા વરસાદમાં ભુવો પડ્યોછે.વાહન ચાલકો પરેશાન થઈ ગયા.બોપલ ઘુમા નગર પાલિકાની બેદરકારીના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે. તંત્ર એ ચોમાસાની ઋતુ શરૂ થાય તે પહેલાં કામગીરી કરવી જોઈએ.પરંતુ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.ત્યારે તંત્ર દ્વારા પ્રી મોંનસુન કામગીરી કરવામાં આવે છે.એક બાજુ રોડનું કામ ચાલી રહ્યું છે.અને ચાર રસ્તા પર રોડ બેસી ગયો છે.અમદાવાદ ગઈકાલે સાંજે વરસાદ પડ્યો હતો.સાંજે લોકો નોકરી પરથી ઘરે પરત ફરી રહ્યા હતા.એક ખાનગી કંપનીની બસ પણ પોતાના કર્મચારીને સાઉથ બોપલ મુકવા માટે આવતી હતી. પરંતુ બસ સોબો સેન્ટર ચાર રસ્તા પર પહોંચતાં જ રોડ બેસી જતા બસના વ્હીલ પણ રોડમાં બેસી ગયાઅને કર્મચારીઓ ને રોડ પર જ ઉતારી દેવામાં પડ્યા હતા.