શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 11 જુલાઈ 2020 (13:51 IST)

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 156થી વધુ તાલુકામાં હળવો વરસાદ થયો

રાજ્યમાં છેલ્લા 10 દિવસથી સૌથી વધુ સૌરાષ્ટ્રમાં વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં 156થી વધુ તાલુકામાં હળવો વરસાદ વરસ્યો છે. જેમાં ભૂજમાં સૌથી વધુ 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. ત્યારબાદ મહેસાણા, બોટાદ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, સુરત, અમરેલી, ગાંધીનગર સહિતમાં 22 મીમી થી લઈ 46 મીમી સુધી વરસાદ પડ્યો છે. જ્યારે અમદાવાદ સહિતના કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદને કારણે ઉકળાટ વધતા સ્થાનિકો પરેશાન થયા હતા.
 
 હવામાન વિભાગે 12મી અને 13મી જુલાઈએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે,  12 અને 13 જુલાઈએ સુરત વલસાડ, નવસારી, દમણ ,દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં ભારે વરસાદની સંભાવના છે ત્યારે 5 દિવસ સુધી વરસાદી માહોલ જામેલો રહેશે. ત્યારે રાજ્યમાં દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે. જેમાં બે દિવસ માટે વરસાદનું  જોર ઘટ્યું છે અને  ભેજના પ્રમાણ વધારો થયો છે. બે દિવસ બાદ ફરી રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ મળશે, બીજી તરફ મધ્ય ગુજરાત અને  ઉત્તર ગુજરાતના ખેડૂતોએ ધોધમાર વરસાદની રાહ જોવી પડશે. જ્યારે અમદાવાદ,વડોદરા, આણંદ, ખેડા, મહેસાણા, પાટણ સહિતના જિલ્લામાં સામાન્ય વરસાદ રહેશે.