શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 18 એપ્રિલ 2022 (10:34 IST)

રાજકોટ: સ્કૂલ વાનને નડ્યો ગંભીર અકસ્માત

રાજકોટમાં સ્કૂલ વાનનો અકસ્માત થતા ધો. 5ની વિદ્યાર્થીનીનું મૃત્યુ થયું છે.
 
રાજકોટના જસદણ પાસે જસદણની એકલવ્ય સ્કૂલ વાન અને ફોર વ્હીલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં એક વિદ્યાર્થીનીનું મોત નિપજ્યું છે. આટકોટ અને હનુમાન ખારચીયા ગામ વચ્ચે અકસ્માત સર્જાતા ધોરણ 5ની વિદ્યાર્થીનીનું મૃત્યુ થયુ છે. જ્યારે 9 લોકો ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.