રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 18 એપ્રિલ 2022 (10:08 IST)

અમદાવાદમાં એક વર્ષની બાળકી પાણી ભરેલી ડોલમાં પડી,

water shortage
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રવિવારે રાત્રે એક વર્ષની બાળકી તેના ઘરે પાણી ભરેલી ડોલમાં પડી હતી. પાણી પીધા બાદ બાળકીની હાલત નાજુક હતી. 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા છ મિનિટમાં એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર, રવિવારે રાત્રે લગભગ 10.12 વાગ્યે રબારી કોલોનીમાં આવેલી એમ્બ્યુલન્સને ફોન આવ્યો હતો કે ઓઢવના અર્બુદાનગરમાં એક વર્ષની બાળકી પાણી ભરેલી ડોલમાં પડી ગઈ છે અને તેની હાલત ગંભીર છે. જેથી 6 મિનિટમાં 108ના કર્મચારીઓ EMT હાર્દિક ડાભી અને પાયલોટ વિજય દેસાઈ ત્યાં પહોંચી ગયા હતા.