શુક્રવાર, 28 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 2 જુલાઈ 2019 (18:06 IST)

સબ સલામતના દાવા વચ્ચે રાજકોટમાં ગેસ કટરથી એક્સીસ બેંકનું ATM તોડી 11 લાખની લૂંટ

Rajkot ATM robbery
રાજકોટમાં લૂંટ-ચોરીના અનેક બનાવ પોલીસ ચોપડે નોંધાતા હોય છે ત્યારે શહેરમાં આ વખતે ચોરે એટીએમને નિશાનો બનાવ્યો છે. ચોરની ટોળકીએ જામનગર રોડ પર આવેલા એક્સીસ બેંકના એટીએમને તોડીને તેમાથી 11 લાખ લૂંટી લીધા હોવાનું સામે આવ્યું છે. જામનગર રોડ પર આવેલા એક્સીસ બેંકના એટીએમને લૂંટવામાં આવ્યું, જેમાં અજાણ્યા ઈસમોએ ગેસ કટર વડે એટીએમ તોડ્યું અને તેમાથી પૈસા લૂંટી લીધા છે. આ એટીએમમાંથી અંદાજે 11 લાખ રૂપિયાની લૂંટ થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં અનુમાન થઈ રહ્યું છે.  હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી સીસીટીવીના આધારે ફરીયાદ નોંધી આગળની  તપાસ શરૂ કરી છે.
 
 
 
Attachments area