બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 4 એપ્રિલ 2020 (14:24 IST)

રાજકોટમાં પાસ વગર એક પણ વ્યક્તિ ઘરની બહાર નહીં નીકળી શકે: પોલીસ કમિશ્નર

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાસ વગર એક પણ વ્યક્તિએ ઘરની બહાર નહીં નીકળી શકે. જરૂર પડ્યે લોકો પોલીસ કંટ્રોલરૂમમાં 100 નંબર પર પણ ફોન કરી શકશે. દવા, દૂધ જેવી આવશ્યક ચીજવસ્તુઓ ફરજિયાત હોમ ડિલિવરી કરવી પડશે.  

લોકડાઉનનો આજે 11મો દિવસ છે. પરિસ્થિતિનો તાગ મેળવવા ખુદ પોલીસ કમિશનર ચેકીંગમાં નીકળ્યા છે. રસ્તા પર બિન જરૂરી નીકળતા લોકોને સમજાવી રહ્યા છે. દરેક પોઇન્ટ પર જરૂરી સ્ટાફ છે કે કેમ તે અંગે પણ નીરીક્ષણ કર્યું હતું. લોકડાઉનના પગલે રાજકોટ પોસ્ટ ઓફિસ દ્વારા શહેરીજનો માટે 3 ખાસ સેવાઓ શરૂ કરવામાં આવી છે. કોઈ પણ વ્યક્તિને બેન્કમાં ખાતું હશે તેઓને કોઈ પણ વધારાનો ચાર્જ લીધા વિના ઘરે બેઠા પ્રતિદિન રૂ.10 હજાર સુધીની રકમ પોસ્ટ માસ્ટર મારફતે પહોંચાડવામાં આવશે.સરકાર દ્વારા વિધવા સહાય યોજનાની રકમ બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આ રકમ પોસ્ટ ઓફિસ દરેક લાભાર્થીને ઘરે પહોંચાડશે. લોકડાઉન દરમિયાન મેડિકલને લગતી ચીજવસ્તુઓ ભારતભરમાં મોકલવા માટે ખાસ સુવિધા શરૂ કરવામાં આવી છે. જેના માટે મુખ્ય પોસ્ટ ઓફિસનો સંપર્ક કરવાનો રહેશે. પોસ્ટ ઓફિસ દ્વારા શરૂ કરવામાં આવેલી ત્રણેય સેવા માટે કોઈ વધારાનો ચાર્જ નહીં લેવામાં  આવે. ઘરેબેઠા પૈસા મેળવવા માંગતા વ્યક્તિએ વોટ્સએપ નં.6354919676, 6354919695 પર પોતાનું નામ, મોબાઈલ નંબર અને પૂરું સરનામું મોકલવાનું રહેશે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 12 કોરોના વાઇરસના શંકાસ્પદ  કેસ નોંધાયા છે. તમામના સેમ્પલ લઇ પરીક્ષણ માટે લેબમાં મોકલાયા છે. જેમાં રાજકોટ શહેરના 3, ગ્રામ્યના 4 અને  5 અન્ય જિલ્લાના કેસો સામે આવ્યા છે.  જેમાં 7 પુરૂષ અને 5 મહિલાનો સમાવેશ થાય છે. ત્રણ બાળકોમાં પણ શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 12 કોરોના વાઇરસના શંકાસ્પદ કેસ નોંધાયા છે. તમામના સેમ્પલ લઇ પરીક્ષણ માટે લેબમાં મોકલાયા છે. જેમાં રાજકોટ શહેરના 3, ગ્રામ્ય વિસ્તારના 4 અને 5 અન્ય જિલ્લાના કેસો સામે આવ્યા છે. જેમાં 7 પુરૂષ અને 5 મહિલાનો સમાવેશ થાય છે. ત્રણ બાળકોમાં પણ શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે. જેથી રાજકોટ પોલીસ હરકતમાં આવી ગઈ છે.
 
રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આજે જાતે બહાર નીકળીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ત્યારબાદ તેમણે રાજકોટવાસીઓના ભલામાં એક નિર્ણય લીધો હતો. જેમાં હવેથી રાજકોટમાં એક જ બાઇકમાં 2 વ્યક્તિ નીકળશે તો તેની વિરૂદ્ધ પોલીસ કાર્યવાહી થશે. સોશિયલ ડિસ્ટન્સ જાળવવા વારંવાર અપીલ કરવામાં આવી રહી છે. મનોજ અગ્રવાલ દ્વારા સ્ટાફને યોગ્ય કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. સાથે જ શેરી-ગલીઓમાં બેસનાર લોકો વિરૂદ્ધ પણ પોલીસ સખ્ત કાર્યવાહી કરશે.