સંબંધિત સમાચાર
- ખેડૂતો રહે સાવચેત: ગુજરાતના 4 જિલ્લાઓમાં આગામી કલાકોમાં વાદળછાયા માહોલ વચ્ચે હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી
- PM મોદી આજે દક્ષિણ ગુજરાતને આપશે ₹18,800 કરોડની ભેટ, હજીરામાં ‘જોરાવર’ ટેન્ક અને ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ નિહાળશે
- ગૃહ વિભાગનો મોટો નિર્ણય: બનાસકાંઠા-બોર્ડર-રાજકોટ રેન્જનું વિભાજન, જાણો હવે કયો જિલ્લો કઈ રેન્જમાં આવશે?
- વિશ્વ પર્યાવરણ દિવસે પીએમ મોદીની ગુજરાત મુલાકાત: દક્ષિણ ગુજરાતને મળશે રૂ.12,421 કરોડની ભેટ
- રાજકોટ-અમદાવાદ હાઈવે પર કુદરતનું રૌદ્ર સ્વરૂપ: મિનિ ટોર્નેડો જેવી રચનાથી ભયનો માહોલ (Video)
રાજ્યસભા ચૂંટણી: ભાજપે તદ્દન નવા 4 ઉમેદવારો જાહેર કરી ફરી ચોંકાવ્યા, યુવા નેતૃત્વને મળી તક
Rajya Sabha BJP candidate
ગુજરાતની 11 રાજ્યસભા બેઠકોમાંથી 4 બેઠકો માટે આગામી 18 જૂને ચૂંટણી યોજાવા જઈ રહી છે. સત્તાધારી ભાજપ પક્ષે આ ચૂંટણી માટે પોતાના ચારેય ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. હંમેશાની જેમ આ વખતે પણ ભાજપે પોતાની જૂની રણનીતિ જાળવી રાખીને તદ્દન નવા જ ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે, જેનાથી રાજકીય વર્તુળોમાં ભારે આશ્ચર્ય ફેલાયું છે. આ વખતે માત્ર નવા નામો જ નહીં, પરંતુ ઉમેદવારોની ઉંમર અને તેમનું બેકગ્રાઉન્ડ પણ ખૂબ જ ચર્ચાનો વિષય બન્યું છે.
આરએસએસ (RSS) બેકગ્રાઉન્ડ અને યુવા ચહેરાઓ પર પસંદગીનો કળશ
પસંદ કરાયેલા ચારેય ઉમેદવારોમાંથી ત્રણ નેતાઓ સીધા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના બેકગ્રાઉન્ડ સાથે જોડાયેલા છે, જ્યારે એક ઉમેદવાર પૂર્વ ધારાસભ્યના પુત્ર છે. ભાજપે આ યાદીમાં ભૌગોલિક સંતુલન જાળવતા સૌરાષ્ટ્રમાંથી બે તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાંથી એક-એક નેતાને તક આપી છે. આ ઉમેદવારી દ્વારા પક્ષે 50 વર્ષથી વધુ ઉંમર ધરાવતા સિનિયર નેતાઓને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે હવે યુવા નેતૃત્વને પ્રાધાન્ય મળશે, કારણ કે આ ચારેય ઉમેદવારોની સરેરાશ ઉંમર માત્ર 46 વર્ષ જ છે.
જ્ઞાતિ સમીકરણો: ઓબીસી (OBC) ફેક્ટર પર વિશેષ ધ્યાન
જો જ્ઞાતિ આધારિત સમીકરણોની વાત કરીએ તો, ભાજપે આ યાદીમાં બે ઓબીસી (OBC), એક આદિવાસી અને એક સામાન્ય જ્ઞાતિના ઉમેદવારને સ્થાન આપ્યું છે. પક્ષ દ્વારા ઓબીસી વર્ગ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. હાલમાં જ પક્ષના અન્ય બે સાંસદો પણ ઓબીસી કેટેગરીમાંથી આવતા હોવાથી, આ નવી પસંદગી બાદ રાજ્યસભાના કુલ 11 સભ્યોમાંથી ઓબીસી સાંસદોની સંખ્યા વધીને ૪ થઈ જશે.
પાટીદાર ચહેરાની બાદબાકી અને બ્રહ્મસમાજનું પ્રતિનિધિત્વ
આ નવી યાદીમાં સૌથી મોટો આંચકો એ લાગ્યો છે કે આ વખતે એક પણ પાટીદાર નેતાને ટિકિટ આપવામાં આવી નથી. અગાઉ નિવૃત્ત થઈ રહેલા સભ્યોમાં પાટીદાર ચહેરો સામેલ હતો, પરંતુ આ વખતે તેમનું પત્તું કપાયું છે. બીજી તરફ, નિવૃત્ત થઈ રહેલા બ્રહ્મસમાજના પ્રતિનિધિના સ્થાને બ્રહ્મસમાજના જ અગ્રણી રાજુ શુક્લને ટિકિટ આપીને પક્ષે આ સમીકરણ સાચવી લીધું છે. ઉમેદવાર રાજુ શુક્લ ભૂતકાળમાં સક્રિય પત્રકારત્વ સાથે જોડાયેલા હતા અને તાજેતરમાં જ તેમની બાયપાસ સર્જરી થઈ હોવા છતાં પક્ષે તેમના પર ભરોસો મૂક્યો છે.
મજબૂત સંખ્યાબળને કારણે ભાજપની જીત લગભગ નિશ્ચિત
આગામી સોમવારે એટલે કે 8 જૂનના રોજ ભાજપના ચારેય ઉમેદવાર વિજય મુહૂર્તમાં પોતાના નામાંકન પત્રો દાખલ કરશે. ગુજરાત વિધાનસભામાં ભાજપ પાસે 161 ધારાસભ્યોનું પ્રચંડ સંખ્યાબળ હોવાથી આ ચારેય બેઠકો પર ભાજપની જીત બિલકુલ નક્કી માનવામાં આવી રહી છે. તેની સામે વિરોધ પક્ષ કોંગ્રેસ પાસે માત્ર 12 ધારાસભ્યો હોવાથી ચૂંટણી લડવાનું કોઈ ગણિત બેસતું નથી, જેના કારણે આ ચારેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવે તેવી પૂરેપૂરી સંભાવના છે.
કોણ છે રાજ્યસભાના આ ઉમેદવાર ?
1 રાજુ શુક્લા - નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રાજુ શુક્લએ એક મહિના અગાઉ જ બાયપાસ સર્જરી કરાવી છે અને 4 જૂને તેનું રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવાર તરીકે નામ જાહેર કરવામાં આવ્યું છે. તેઓ RSSના તાલીમી વોલીંટિયર નાગર કાર્યવાહ રહી ચૂક્યા છે.
2 ડો. મુકેશ રાઠવા - આદિવાસી સમાજના મુકેશ રાઠવાને આદિવાસી એવા રમીલાબેન બારાની જગ્યાએ ટિકિટ આપવામાં આવી છે. માત્ર એટલું જ નહીં, તેમને ચૈતર વસાવાના જવાબ તરીકે પણ જોવામાં આવે છે, કારણ કે તેઓ ચૈતરની જેમ યુવા અને હાઇલી એજ્યુકેટેડ છે. તેમણે 11 વર્ષ સુધી RSSમાં અલગ અલગ જવાબદારી નિભાવી છે.
3 માનસિંહ પરમાર - માનસિંહ પરમાર તો 2022ની વિધાનસભા ચૂંટણી પણ લડી ચૂક્યા છે. સોમનાથ બેઠક પર કૉંગ્રેસના વિમલ ચુડાસમા સામે અંતિમ રાઉન્ડ સુધી કાંટે કી ટક્કર ચાલી હતી. માનસિંહ પરમાર 1000 રનથી હારી ગયા હતા. માનસિંહ પરમાર ABVPના કાર્યકર રહી ચૂક્યા છે.
4 જીતેન્દ્ર કણઝારિયા - જીતેન્દ્ર કણઝારીયા પૂર્વ ધારાસભ્ય મેઘજી કણઝારીયાના પુત્ર છે.
