શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સુરત: , સોમવાર, 23 સપ્ટેમ્બર 2019 (19:15 IST)

સુરત: દુષ્કર્મના પુરાવો નષ્ટ કરવા આરોપીએ નવજાતને જીવતું દફનાવ્યું

સુરતમાંથી એક શર્મસાર કરનારી ઘટના સામે આવી છે. અહીં એક 17 વર્ષની છોકરી સાથે દુષ્કર્મ કર્યા બાદ તેનો પુરવો નષ્ટ કરવા માટે આરોપીએ કથિત રીતે એક નવજાત બાળકને જીવતું દફનાવી દીધું અને ત્યારબાદ આરોપી ફરાર થઇ ગયો છે. જો કે આ મામલે પીડિતાની માતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જો કે, હજી સુધી આરપીની ધરપકડ કરવામાં આવી નથી.
 
પીડિતાની માતાએ પોલીસને ફરિયાદમાં જણાવ્યું હતું કે, 2 વર્ષ પહેલા કથિત અશોક રાઠોડે તેની દીકરી સાથે મિત્રતા બાંધી હતી. એક દિવસ કોઇ કામથી તે મારી પુત્રીને બહાર લઇ ગયો હતો અને કથિત રીતે ઓક્ટોબર 2017માં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. કિશોરીની માતાએ જણાવ્યું કે, લગ્નની લાલચ આપી આરોપી અવાર નવાર તેની પુત્રી સાથે સંબંધ બનાવતો હતો. વર્ષ 2018માં જ્યારે કિશોરીએ તેને જણાવ્યું કે તે પ્રેગ્નેટ છે. તો અશોકે તેને કહ્યું હતું કે, તે આ બાળકની જવાબદારી ઉઠાવશે.
 
ત્રણ મહિના પહેલા જ્યારે આ સમગ્ર મામલે સત્ય પીડિતાની માતાને જાણવા મળ્યું ત્યારે તેઓ તેમની દીકરી સાથે અશોક પાસે ગયા હતા. પરંતુ આરોપીએ બાળકનો પિતા હોવાનો સ્પષ્ટ પણ ઇન્કાર કર્યો હતો. પીડિતાની માતાએ જણાવ્યું કે, આ વચ્ચે જુન મહિનામાં અશોકનો એક મિત્ર તેના ઘરે આવ્યો અને તેની દીકરીને મેડિકલ ટેસ્ટ કરાવવાનો હોવાના બહાને બારડોલી લઇ ગયો અને ત્યાંના ડોક્ટરે તેમને સુરત મોકલ્યા હતા. જ્યાં કિશોરીએ એક બાળકને જન્મ આપ્યો હતો.
 
પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર, પીડિતાની માતાએ આરોપી લગાવ્યો છે કે, અશોક સિહત અન્ય ચાર આરોપીઓએ ભેગા મળીને નવજાત બાળકને સુરતથી 20 કિલોમીટર દૂર બાલેશ્વર ગામમાં જીવતું દફનાવ્યું છે. આ ઘટનામાં એક ડોક્ટર પર સામેલ છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. જ્યારે હજી સુધી આરોપીની શોધખોળ ચાલી રહી છે.