ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 12 જુલાઈ 2023 (17:33 IST)

એક શહેરમાંથી બીજા શહેરમાં જતાં હતાં, ચાલુ બસમાં 5 વખત દુષ્કર્મ

Raped 5 times in a running bus -
ચાલુ બસમાં 5 વખત દુષ્કર્મ - ગોંડલ વિસ્તારમાં એક 16 વર્ષીય સગીરા જે 12મા ધોરણમાં અભ્યાસ કરે છે તેમને ધો 10ના વિદ્યાર્થી સાથે પ્રેમ થઈ ગ્યો. બન્ને ભાગી જવાનુ નક્કી કર્યુ હતુ. પછી એક દિવસ બન્ને ઘરથી ભાગી ગયા. પણ કોઈ પણ હોટલમાં રૂમ ન મળતા બન્ને એક શહેરથી બીજા શહેર બસમાં જ ફરતા રહ્યા . ચાલુ બસમાં 5 વખત દુષ્કર્મ કર્યા. 
 
મમલો ગોડલ હાઈ-વે પર આવેલા વિસ્તારમાં રહેતી 16 વર્ષીય સગીરા કોઠારીયા ચોકડી પાસે આવેલી સ્કૂલમાં ધો.12માં અભ્યાસ કરે છે. જેનો પાડોશમાં રહેતા ધો.10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે પ્રેમ સંબંધ હોવાથી બન્નેએ ભાગી જવાનું નક્કી કર્યું હતું. 5 જુલાઈ સગીરા શાળા ગઈ પણ ઘરે પરત ન આવી. તેમનો મિત્ર તેને ભગાડીને લઈ ગયો હતો. પરિવાર વાળ શોધ કરી હતી પછી પાડોશમાં રહેતો સગીર પણ ઘરે ન હોય તેથી ભાગી ગયાની શંકાથી સગીરાના પિતાએ પોલીસમાં ફરિયાદ કરી. 
 
પોલીસએ તપાસ કરતા 5 દિવસ  આ દરમિયાન 5 દિવસ બાદ બન્નેના લોકેશન પોરબંદર મળતા પોલીસે બંનેને પોરબંદરથી ઝડપી લીધા હતાં અને રાજકોટ લાવવામાં આવ્યા હતાં. 
 
જ્યાં પોલીસ પૂછપરછમાં સગીરે કબુલાત કરી કે, તે પ્રેમિકાને ભગાડી ગ્રીનલેન્ડ ચોકડીએ પહોંચ્યો હતો. જ્યાંથી સુરત અને ફરીથી અમદાવાદ આવ્યો હતો. અમદાવાદથી દ્વારકા અને પછી પોરબંદર પહોંચ્યો હતો. જ્યાંથી તેને ઝડપી લીધો હતો. સગીરા પાસે આઈડી પ્રુફ ન હોવાથી કોઈ હોટલમાં રૂમ મળતો નહતો. તેથી બન્ને અલગ અલગ શહેરમાં ફરતા હતા અને રાત્રે સ્લીપર કોચ બસમાં બેસી એક શહેરમાંથી બીજા શહેરમાં જતાં હતાં અને ચાલુ બસે સગીરે સગીરા સાથે 5 વખત દુષ્કર્મ આચર્યું હતું.